વિકાસની વાત

શા માટે એસ.જયશંકરને મોદીએ બનાવ્યા વિદેશમંત્રી, આ રહ્યા કારણો

107views

મોદી સરકારની બીજી ઈનિંગમાં મંત્રીમંડળમાં સામેલ નહી થનાર સુષ્મા સ્વરાજની જગ્યાએ વડાપ્રધાન પીએમ મોદીએ પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે મોદી જયશંકરની કાર્યપધ્ધતિથી બહુ પ્રભાવિત રહ્યા છે. કેમ કે ડોકલામ વિવાદને લઈને યુએનમાં ભારતનો પક્ષ મુકવા સુધીની બાબતે પડદા પાછળ બખૂબી રોલ જયશંકરે ભજવ્યો હતો.

જયશંકર સુષ્મા સ્વરાજની જેમ જ લોકોને ટ્વીટર પર મદદ કરી રહ્યા છે. સુષ્મા સ્વરાજની જેમ તેેને લોકો સાથે સંપર્ક રાખવાનું છોડ્યુ નથી.

 

તેમની પાસે વિદેશ મામલે જોડાયેલા કામનો મોટો અનુભવ છે. તેથી તેમને આ જવાબદારી આપવામાં આવી છે. જેનો ફાયદો આગામી સમયમાં સરકારને થઈ શકે છે.

વર્ષ 2012માં જ્યારે ગુજરાતમાં મોદી વડાપ્રધાન હતા ત્યારે તેઓ ચીનના પ્રવાસે ગયા હતા ત્યારે જયશંકર ત્યાં ભારતના રાજદૂત હતા.તેમની અને મોદી વચ્ચે ચીનમાં થયેલી મુલાકાતમાં શું વાત થઈ તે તો ખબર નથી પણ તે બાદ જયશંકરનો મોદી સાથેનો સબંધ ગાઢ બન્યો હતો.

તેમજ મોદી પહેલી વખત વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદીની પહેલી અમેરિકા મુલાકાતનો રોડ મેપ પણ જયશંકરે તૈયાર કર્યો હતો. પીએમ મોદીની પહેલી ઈનિંગમાં જયશંકર 2015 થી 2018 સુધી વિદેશ સચિવ રહી ચૂક્યા હતા. તે દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સબંઘોમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી.

તેમજ વર્ષ 2013માં તેઓ ભારતના રાજદૂત તરીકે અમેરિકામાં હતા. જયશંકરે ઓબામાના પ્રશાસન સાથે મોદીને નજીક લાવવામાં પણ રાજદૂત તરીકે તખ્તો તૈયાર કર્યો હતો. અમેરિકા અને ભારતની વચ્ચે વધી રહેલા સંરક્ષણ સબંધોમાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે.

એવુ પણ કહેવાય છે કે, 2013માં તત્કાલીન પીએમ મનમોહનસિંહ પણ જયશંકરને વિદેશ સચિવ બનાવવા માગંતા હતા પણ સિનિયોરીટીમાં તેઓ પાછળ હોવાથી સુજાતા સિંહ વિદેશ સચિવ બન્યા હતા.એ વખતે એવી પણ ખબર આવી હતી કે, સોનિયા ગાંધી પણ જયશંકર વિદેશમંત્રી બને તેવુ ઈચ્છતા નહોતા. કારણકે સુજાતા સિંહના પિતા અને ગાંધી પરિવાર વચ્ચે વર્ષોથી નિકટતા હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2013માં પીએમ મનમોહનસિંહ પણ જયશંકરને વિદેશ સચિવ બનાવવા માંગતા હતા પણ સિનિયોરીટીના કારણે તેમની જગ્યાએ સુજાતા સિંહને વિદેશ સચિવ બનવવામાં આવ્યા હતા. તેમજ જાન્યુઆરીમાં જ જયશંકરને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા છે. અને ઈતિહાસકાર સંજય સુબ્રમણ્યમના ભાઈ અને ભારતના પૂર્વ ગ્રામીણ વિકાસ સચિવ એસ વિજય કુમારના ભાઈ છે. તેમજ ચિન, અમેરિકા અને રશિયા જેવા પાવરફુલ દેશોમાં રાજદૂત તરીકે કામ કરવાનો સારો અનુભવ પણ છે.

Leave a Response

error: Content is protected !!