રાજનીતિ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના હસ્તે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ધારણ કર્યો કેસરિયો ખેસ

109views

આજે પાટણમાં ભાજપની ક્લસ્ટર બેઠક આયોજિત થઇ હતી અને ત્યાંજ આશાબેન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના  હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આશાબેન સાથે 10 કોર્પોરેટરોએ પણ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ખેસ સ્વીકાર્યો છે. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીઓ પરબતભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર અને વિભાવરીબેન દવે પણ  હાજર હતા.

બાદમાં પત્રકારો સાથે વાત કરતા આશાબેને કહ્યું હતું કે તેમની ભાજપ સાથે કોઈજ ડીલ થઇ નથી અને તેઓ ભાજપના એક કાર્યકર્તા તરીકે જ પક્ષનું કાર્ય કરશે.

આશાબેને ઉઠાવેલા મુદ્દાઓ પર કોંગ્રેસમાં પોતાનો અવાજ સંભળાતો ન હોવાનો આરોપ મૂકીને આશાબેને ગયા અઠવાડીએ જ કોંગ્રેસ તેમજ પોતાના વિધાનસભ્યના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.અત્રે અહીં એ નોંધનીય છે કે ગઈકાલે આશાબેન પટેલ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ મળ્યા હતા.

જાણવા મળ્યા અનુસાર ઊંઝા નગરપાલિકામાં જ્યાં અત્યારસુધી કોંગ્રેસ અને અપક્ષોનું શાસન હતું ત્યાં પણ હવે કેસરિયો લહેરાશે કારણકે તમામ અપક્ષ સભ્યોએ હવે ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.

Leave a Response

error: Content is protected !!