રાજનીતિ

ચીનની હવે ખેર નથી : સરકારે આપી સેનાને ખુલ્લી છુટ, LAC પર એલર્ટ, શ્રીનગર-લેહ રોડ બંધ કરાયો.

1.66Kviews

ભારતે સેનાને નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ચીની સેના સાથે સંઘર્ષમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા છે. ચીનનાં દગા બાદ દેશમાં રોષનો માહોલ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સેનાને તેના પ્રમાણે નિર્ણય લેવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

સેના જે પણ યોગ્ય સમજે તે કરવાની છૂટ

આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ફરી ત્રણેય સેનાનાં પ્રમુખો અને સીડીએસ જનરલ બિપિન રાવત સાથે સીમા વિવાદ પર વર્તમાન સ્થિતિને લઇને બેઠક કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે સરકારે સેનાને ગલવાન ખીણમાં સેના જે પણ યોગ્ય સમજે છે તે કરવાની છૂટ આપવામાં આવી છે

બોર્ડર પર એલર્ટ જારી કરાયુ

લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર ચીન સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાનાં સૂત્રોનું કહેવું છે કે કાલથી અત્યાર સુધી થઈ રહેલી સમાધાનની કોશિશોની કોઈ ખાસ અસર થઈ નથી. સીમા પર સ્થિતિ તણાવપૂર્ણ છે. વાતચીતથી સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. ના ફક્ત લદ્દાખ, પરંતુ એલએસીનાં બીજા ભાગોમાં પણ સેના એલર્ટ મોડ પર આવી ગઈ છે.

Leave a Response

error: Content is protected !!