Corona Updateરાજનીતિ

1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનાર સામે લેવાશે આ કડક પગલાં

1.28Kviews

ગુજરાતમાં કોરોના મહામારી રોકેટ ગતિએ આગળ વધી રહી છે જેને રોકવા રાજ્ય સરકારે કડક પગલાંઓ લેવાનો નક્કી કર્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્યારસુધીમાં 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલાય છે.હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે.

પરંતુ સરકારના નિર્ણય બાદ હવે 1 ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

Leave a Response

error: Content is protected !!