તંત્રી લેખ

ભલે મોત સામે આવી જાય પણ હારીને બેસી જવા કરતા એક વાર લડો…!

194views
આજે ગેમ ઓવર ફિલ્મના રિવ્યુ વિશે નહિ પણ ફિલ્મમાં જે સંદેશો મળ્યો છે તેના વિશે વાત કરવી છે… તાપસી પન્નનો એક ડાયલોગ મને મનમાં બેસી ગયો “ચાહે જાન ચલી જાય લડો તો સહી” આપણે જીંદગીથી ખુબ જલ્દી હારી જઈએ છીએ. તમને કુદરત જીવવાના એક નહિ હજાર કારણ આપે છે બસ આપણે લડ્યા વિના બેસી રહીએ છીએ.
ફિલ્મમાં તાપસી પન્નુ સાથે એવી ઘટનાઓ બને છે કે તે જીંદગીથી હારી જાય છે અને બે ત્રણ વાર આત્મહત્યા કરવાના પણ પ્રયાસ કરે છે. પછી તેને એક મોટીવેશન મળે છે અને તે લડવાનું વિચારે છે. ફિલ્મ સસ્પેન્સ છે આથી સ્ટોરી હું નહિ કહું પણ વાત એટલી જ છે કે ગમે તે  થાય એક વાર જીવવાનો પ્રયાસ તો કરો.
તમને ખબર છે કે સામે મોત છે. મૃત્યુઘંટ વાગી ગયો છે. તમે પ્રયાસ નહિ કરો તો ચોક્કસથી મરી જશો પણ એક પ્રયાસ કરવાથી શું ખબર તમારું જીવન બચી શકે…! ભલે તમારી પાસે લડવા માટે  કઈ જ નથી પણ હિમંતને હથિયાર બનાવીને આગળ વધો.
ફિલ્મમાં લેખક  દ્વારા બે વાત ધ્યાન દોરવાના પ્રયાસ થયા છે… એક તોદરેક કાર્યમાં પહેલી જ વારમાં સફળતા મળે એ જરૂરી નથી. એક વાર પ્રયત્ન કરો નિષ્ફળ થશો તો બીજી વાર પ્રયત્ન કરો પણ છોડો નહિ. બીજી વાર પ્રયત્ન કરો.. ત્રીજી વાર પ્રયત્ન કરો એકના એક દિવસ સફળ જરૂર થશો.
   બીજી વાત સ્ત્રીને લાગુ પડે છે. કઈ પણ થાય હિમંત હારવાની જરૂર નથી. દુષ્કર્મ, છેડતી, ઘરેલુ હિંસા વગેરે જેવા અનેક અન્યાય સ્ત્રી  સહન કરે છે પણ હવે સહન કરવાને બદલે સામે લડતા પણ શીખો. પોલીસ કે કાનુન તમને બચાવાના કે ન્યાય આપવાના પ્રયત્ન કરશે જ પણ તમે તમારા માટે એક વાર જરૂર લડો. દુનિયાથી સમાજથી મોં છુપાવીને બેસવાથી સમસ્યાઓ ઘટશે નહિ. શું ખબર તમારો એક પ્રયાસ બીજી ઘણી સ્ત્રીઓને હિમંત  આપી દે…!
સ્ત્રી શક્તિ છે નારાયણી છે એ બધુ ખુબ વંચાઈ ગયું.. સાંભળી લીધુ હવે સાચી રીતે દેખાડવાની જરૂર છે.
तू खुद की खोज में निकल
तू किस लिए हताश है, तू चल तेरे वजूद की
समय को भी तलाश है
जो तुझ से लिपटी बेड़ियाँ
समझ न इन को वस्त्र तू
ये बेड़ियां पिघाल के
बना ले इनको शस्त्र तू
जला के भस्म कर उसे
जो क्रूरता का जाल है
तू आरती की लौ नहीं
तू क्रोध की मशाल है     – તનવીર ગાઝી
શુભ રાત્રિ ગુજરાત
– ખુશાલી બારાઈ

Leave a Response

error: Content is protected !!