Corona Update

જય જય ગરવી ગુજરાત : ગાંધીનગર બન્યું કોરોના મુક્ત, 11 પોઝિટવ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ

પ્રતિકારાત્મક
572views
  • ગરવી ગુજરાતના ગાંધીનગરથી આવી ખુશ ખબર
    ◆ ગાંધીનગર બન્યું એન્ટી કોરોના
    ◆ એક જ પરિવારના 11 સભ્યોના કોરોના કેસ આવ્યા નેગેટિવ
    ◆ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી અપાઈ રજા

રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે કોરોનામુક્ત શહેર બની ગયું છે. ગાંધીનગરમાં હવે એકપણ કોરોનાનો દર્દી નથી. પાટનગરમાં સૌ પ્રથમ દર્દી ઉમંગ પટેલ પણ આજે 30 દિવસની સારવાર બાદ સાજા થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપવામાં આવી હતી આમ ગાંધીનગર શહેરમાં હવે એકપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત નથી. ગાંધીનગર શહેરમાં એકમાત્ર ઉમંગ પટેલના પરિવારના 11 લોકો કોરોના ના ભોગ બન્યા હતા.  જેમાં ઉમંગનાં દાદાનું અવસાન થયું હતું જ્યારે બાકીના સભ્યો એક બાદ એક સાજા થઈ ગયા હતા.

Leave a Response

error: Content is protected !!