રાજનીતિ

વિધાનસભા સત્ર LIVE : ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર 2,04,815 કરોડનું બજેટ રજૂ, જાણો કોને શું મળ્યું

128views

આજથી વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલે ગુજરાતની જનતા માટે બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપવામાં આવે એવી શક્યતાઓ છે.

તેમણે બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આજે નીતિન પટેલે બજેટ અગાઉ ખેડૂતોને નર્મદાનું પાણી આપવાની વાત કરીને પહેલા જ ભેટ આપી હતી.

નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા પહેલા એક સંબોધન કર્યું હતું. તેમણે આજે લોકસભામાં ભવ્ય જીત મેળવી તે બદલ પીએમ મોદી અને અમિત શાહનો જનતાવતી આભાર માન્યો હતો. નીતિન પટેલે જનતાએ ફરીથી નરેન્દ્ર મોદીને ફરી PM બનાવવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે અમારી સરકારે પ્રજાલક્ષી યોજનાની જાહેરાત કરી કામકાજ શરૂ કર્યું છે.

-શહેરી વિસ્તાર આરોગ્ય તંત્રને સુદૃઢ કરવા 110 કરોડ, મા અને મા વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

-આયુષમાન ભારત જન આરોગ્ય યોજનાના 4.90 લાખ નાગરિકોને 818 કરોડ ચેક અપાયા. આ વર્ષે 450 કરોડની જોગવાઈ
કરવામાં આવી છે.

-રાજ્ય સરકારના બજેટમાં નર્મદા યોજના માટે 6595 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મૂખ્ય બંધના આનુષાંગિક કામો, પાવર હાઉસ જાળવણી, કેનાલ ઑટોમેશન, જમીન સંપાદન, નાના વીજ મથકો તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે 260 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.

-ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટરની અને ૩૨,૦૦૦ ખેડૂતોને આધુનિક સાધનો અને ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઇ.

-ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ. ભવન માટે 206 કરોડ તથા કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે 30,045 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા પાંચ હજાર વર્ગખંડો માટે 454 કરોડ, દૂધ સંજીવની અને અન્ન ત્રીવેણી યોજના માટે 1015 કરોડ, બાળકો ની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે 341 કરોડ, વર્ચુઅલ કલાસ રૂમ માટે 103 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-બેટરી ઓપરેટેડ સ્કૂલવાન ખરીદવા 1કરોડ 50 લાખની સહાય આપવામાં આવશે. ઇ-રિક્ષા ખરીદવા માટે 800 લાભાર્થીઓને 2 કરોડ 50 લાખ રૂપિયાની સહાય અપાશે.

– રાજ્યમાં 22 નવા બસ સ્ટેન્ડ બનાવાશે, 13 જૂના બસ સ્ટેન્ડનું રિનોવેશન કરાશે

-બાગાયત પાકના મૂલ્યવર્ધન માટે ગુજરાત હોર્ટિકલચર નોલેજ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટી દ્વારા હિંમતનગર ખાતે વેટરનરી કોલેજની સ્થાપના કરાશે.

-નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતને વધુ મેડીકલ સીટ અપાવવા માટે મેં અમિત શાહની મદદ માંગી હતી. ગુજરાતમાં 5 હજાર ઉપરાંત મેડીકલ સીટ શક્ય બની છે જેના માટે હું અમિત શાહનો આભાર માનું છું.

-સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ માટે 504 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 7522 ગ્રામ પંચાયતો, 140 તાલુકા પંચાયત અને 30 જિલ્લા મથકોને ગાંધીનગર સાથે ઓપ્ટિકલ ફાયબરથી જોડાશે. ભારત નેટ ફેઝ-2 પ્રોજેકટ 2150 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે. ડેટા સેન્ટર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્પેસ એસ્ત્રોનોમી ગેલેરી માટે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભ મળશે.

-ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઊંડા દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે 2275 કરોડ ખર્ચાશે આ વર્ષે 500 કરોડની જોગવાઈ

-ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ લઇ જવાશે. નવી સોલર રૂફટોપ યોજના જાહેર કરવામાં આવી. 3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસીડી અપાશે, જ્યારે 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી આપવામાં આવશે. કુલ રૂ.1000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે જેનાથી 2 લાખ પરિવારોને લાભ મળશે.

-પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં 4300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે 442 કરોડની જોગવાઈ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે 442 કરોડની જોગવાઈ કરવામાં આવી છે : નીતિન પટેલ

-7મી વખત નાણાં પ્રધાન તરીકે નીતિન પટેલે 2,04,815 કરોડનું બજેટ રજૂ કર્યું.

-આગામી 3 વર્ષમાં ગ્રામ્ય સ્તરે કર્મચારીઓની 2771 નવી જગ્યાઓ ભરાશે જે પૈકી આ વર્ષે 1121 જગ્યા ભરાશે

-રાજ્યના બંધોની જાળવણી, હયાત નહેર માળખાની સુધારણા અને સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન માટે રૂ. 7157 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-ભારત નેટ ફેઝ-1 હેઠળ રાજ્યની 6490 ગ્રામ પંચાયતને તાલુકા સાથે ઓપ્ટિકલ ફાયબરથી જોડાશે. ભારત નેટ ફેઝ-2 પ્રોજેક્ટ રૂ. 2150 કરોડના ખર્ચે શરૂ કરાયો છે. તે અંતર્ગત 7522 ગ્રામ પંચાયત, 140 તાલુકા મથક અને 30 જિલ્લા મથકને ગાંધીનગર સાથે ઓપ્ટિકલ ફાયબરથી જોડાશે.

-ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ માટે 164 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમા દરમ્યાન આવતા મંદિરોના વિકાસ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય રાજ્યોના ધાર્મિક સ્થળોએ યાત્રા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-પ્રવાસન ક્ષેત્રે 472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટને ઇન્સ્ટિટ્યૂટ એક્સેલન્સ તરીકે વિકસાવશે તેના માટે 4 કરોડની ફાળવણી કરવામાં આવી છે

-સિંહોના રક્ષણને ધ્યાને લઈ અદ્યતન હોસ્પિટલ સિંહ, એમ્બ્યુલન્સ સીસીટીવી નેટવર્ક, રેડીયો કોલર, ડ્રોન સર્વેલન્સ માટે 123 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-વન અને પર્યાવરણ વિભાગ માટે 1454 કરોડની જોગવાઈ. એશિયાટિક સિંહોના રક્ષણ માટે શેત્રુંજી ડિવિઝનની રચના કરવામાં આવશે.

– રાજ્યમાં આગામી 3 વર્ષમાં નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે

-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી 15 લાખ યુવાઓને રોજગારી મળે તે માટે 31,877 કરોડની લોન અપાશે

-જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી 1,25,000 ખેડૂતોને અષાઢી બીજના દિવસે વીજ જોડાણ આપી દેવાશે : નીતિન પટેલ

-કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકા દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે 952 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

-રાજ્યમાં માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે. જેમાં 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે. 11.34 લાખ ખેડૂતોને લાભ મળશે.

-દરિયાકાંઠા વિસ્તારમાં 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે. ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ લેવા માટે 300 એમ.એલ.ડીના પ્રોજેકટ સ્થપાશે.

-જળ સંચયના અભિયાન, પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજનાનું આયોજન, જેનાથી 13 હજાર ગામોને પાણી
પહોંચાડાશે.

-‘નળ સે જળ યોજના’ માટે રાજ્ય સરકારે 4500 કરોડની ફાળવણી કરી. આગામી ત્રણ વર્ષમાં 20હજાર કરોડ નો ખર્ચ કરશે : નીતિન પટેલ

-ભારત સરકારે રાજ્યના 28 લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે 1131 કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેકટરની મર્યાદા દૂર કરી છે જેથી રાજ્યના બધા ખેડુતોને આ યોજનાનો લાભ મળશે : નીતિન પટેલ

-પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કરેલ યુવાનો માટે રાજ્ય સરકારે મીડિયા ફેલોશીપની નવી યોજના દાખલ કરી, તેના માટે 28 લાખની રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ, પશુ પાલન અને મત્સ્યોદ્યોગ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે

ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.

આ સિવાય મત્સ્યોદ્યોગના વિકાસ માટે માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ અને કેરોસિન સહાય માટે 18 કરોડની જોગવાઈ કરી છે.

આરોગ્ય માટેની જાહેરાતો

 • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 10800 કરોડની જોગવાઇ
 • આયુષ્યમાન ભારત યોજના હેઠળ 4 કરોડ લોકોને  ફાયદો મળશે
 • શહેરી વિસ્તારમાં ડોક્ટરની ઘટ ઘટાડવાનો પ્રયાસ કરાશે – નીતિન પટેલ
 • સામાહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 110 કરોડની જોગવાઇ
 • આરોગ્ય વિભાગમાં 8600 નવા લોકોની ભરતી થશે
 • માં વાત્સલ્ય યોજના તળે 1000 કરોડની જોગવાઇ
 • કુપોષિત બાળકોની યોજના માટે 313 કરોડની જોગવાઇ

સરકારે જાહેર કરી વહાલી દિકરી યોજના

 • જીજી હોસ્પિટલ જામનગર માટે 25 કરોડની જોગવાઈ
 • સર ટી હોસ્પિટલ ભાવનગર માટે 10 કરોડની જોગવાઈ
 • મહેસાણા સિવિલ હોસ્પિટલ માટે 5 કરોડની જોગવાઈ

શિક્ષણને લઇને મોટી જાહેરાત:

 • પ્રાથમિક અને માદ્યમિક શાળાનાં પાંચ હજાર નવા ઓરડા બંધાશે
 • શાળામાં નવા બાંધકામ માટે 454 કરોડની જોગવાઇ
 • મધ્યાહન ભોજન, સંજીવની યોજના, ત્રિવેણી યોજના માટે 1015 કરોડની જોગવાઇ
 • રાઇટ ટુ એજ્યુકેશન માટે રાજ્ય સરકારનું 341 કરોડની જોગવાઇ
 • રાજયમાં 10 હજાર વર્ચ્યુઅલ ક્લાસ માટે 103 કરોડની જોગવાઇ

વીજળીને લઇને મોટી જાહેરાત:

 • વીજળી માટે સોલર રૂફ ટોપ યોજનાની જાહેરાત
 • દુનિયામાં ગુજરાત એકમાત્ર વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય બનશે

પાણીને લઇ ખાસ જાહેરાત:

 • રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇ માટે રૂપિયા 750 કરોડની જોગવાઇ
 • જળ સંચય માટે પાઇપલાઇન માટે 220 કરોડની જોગવાઇ
 • નલ સે જલ યોજના થકી અગામી પાંચ વર્ષમાં ઘરે-ઘરે પાણી પહોંચાડાશે
 • રાજ્યમાં રૂપિયા 20,000 કરોડ નવ સેજલની યોજના અંતર્ગત વપરાશે
 • નર્મદાના પાણીથી સૌરાષેટ્રના વધુ 25 ડેમ અને 100 ચેક ડેમ ભરાશે

બજેટની મોટી જાહેરાતો:

 • આગામી 3 વર્ષમાં 60 હજાર સરકારી કર્મચારીઓની કરાશે ભરતી
 • ચાલુ વર્ષે 1121 જગ્યાઓ ભરી દેવામાં આવશે
 • બે લાખ પરિવારોને લાભ માટે 1 હજાર કરોડની ફાળવણી
 • ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની ક્ષમતામાં વધારો કરશે
 • ગુજરાતમાં ગ્રીન એન્ડ ક્લીન એનર્જીનો વ્યાપ વધાર્યો
 • માઇક્રો ઇરિગેશનનો વ્યાપ વધારવા ખાસ જોગવાઇ
 • રાજ્ય સરકારનું 2 લાખ 4 હજાર 815 કરોડ રૂપિયાનું બજેટનું કદ
 • વિકાસ માટે રાજ્ય સરકારે આયોજન કર્યાં છેજળ વ્યવસ્થાને પણ વર્તમાન બજેટમાં સ્થાન અપાયું
 • શહેરોમાં ગંદા પાણીના નિકાલ માટે અલગ વ્યવસ્થા
 • શહેરોના ગંદાપાણીના રીસાયકલ કરીને ખેતી અને ઉઘોગોમાં વપરાશમાં લેવાશે
 • ગટરના પાણીનું રિસાઇકલ કરીને ખેતીમાં ઉપયોગમાં લેવા આયોજન

Leave a Response

error: Content is protected !!