રાજનીતિ

પાકિસ્તાનમાં હિંંન્દુ બાળકીને દારૂ પીવડાવી ગુજાર્યો ગેંગરેપ, બાદમાં ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી

132views

પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અત્યંત ખરાબ બનતી જઈ રહી છે. આ વખતે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે હિન્દુઓની સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં સિંધ રાજ્યનાં ટાંડો મોહમ્મદ ખાનમાં 7 જૂનના રોજ 13 વર્ષની હિન્દુ બાળકી પર લોહી ઉકળી જાય તેવો નિર્દયી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

પાકિસ્તાનના મીડિયા અનુસાર, 13 વર્ષની બાળકી ઘરેથી વસ્તુ ખરીદવા માટે બહાર ગઈ હતી. ત્યારે રસ્તામાં કેટલાંક ગુંડાઓએ તેનું અપહરણ કરી લીધું. ત્યાર પછી તેને પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો. બાળકી પર જ્યારે દારૂનો નશો ચડી ગયો ત્યારે આ ગુંડાઓએ તેની સાથે બળજબરી કરીને ગેંગરેપ કર્યો હતો. બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા તેના પિતા અને ભાઈ શોધવા નિકળ્યા ત્યારે જોયું તો એક ખુલ્લા મેદાનમાં આ બાળકી તરફડીયા મારી રહી હતી. દારૂના નશામાં ગેંગરેપ પછી બાળકીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તેની હાલત જોઈને પરિવારના હોંશ ઉડી ગયા હતા.

દારૂના નશામાં રહેલી બાળકી પર નરાધમોએ એટલો અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો કે તેની હાલત અત્યંત ખરાબ થઈ ચૂકી હતી. તે મેદાનમાં ચિત્ર-વિચિત્ર હરકતો કરતી હતી અને તરફડીયા મારતી હતી. બાળકીની આવી સ્થિતિ જોઈને પરિજનો ડરી ગયા હતા.

પોલીસે બાળકીના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરી છે અને મીડિયા રિપોર્ટ મુજબ 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, લોકોનો આરોપ છે કે તેમને બચાવવા માટે પોલીસે હળવી કલમોનો ઉપયોગ કર્યો છે. બળાત્કારમાં સામેલ અન્ય આરોપીઓને બચાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યાં છે. જો કે, ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બાલાકોટ પછી સિંધ રાજ્યમાં અનેક હિન્દુ બાળકીઓ-યુવતીઓનું અપહરણ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ 27 મેના રોજ પણ સિંધમાં હિન્દુઓ સામે જોરદાર હિંસા થઈ હતી

Leave a Response

error: Content is protected !!