રાજનીતિ

હજીરા-મુંબઈ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ  માટે મુખ્યમંત્રીનું ગ્રીન સિગ્નલ

92views

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના હજીરા થી મુંબઈના બાન્દ્રા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે. SSR મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ  આપવામાં બનશે. આ શિપ જહાજ 20 રૂમની સુવિધા સાથે ફુલ્લી AC જહાજ હશે.

રાજ્ય સરકારે આપેલી આ મંજૂરી અનુસાર નવેમ્બર 2019થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ થશે. પેસેન્જરોની ટ્રાફિકને ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબકામાં દર ગુરૂવારે સાંજ 7 કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે 9 વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. ત્યાથી પરત શુક્રવારે સાંજે 6 કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે 8 કલાકે બાન્દ્રા પહોંચશે. આ સુવિધા શરૂ થતાં રજાઓમાં સુરતવાસીઓને દરિયાઇ માર્ગે મુંબઈ જવાનું એક નવું પ્રવાસન નજરાણું મળશે.

Leave a Response

error: Content is protected !!