જાણવા જેવુરાજનીતિ

વાહ.. !! વડાપ્રધાન હોય તો આવા, PM મોદીને મળેલા ઉપહારોની હરાજી કરાશે

132views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 6 મહિનામાં મળેલી ભેટની નીલામી કરવામાં આવશે. મંત્રી પ્રહ્લાદ પટેલે કહ્યું કે, આ મોમેન્ટોની ઓનલાઈન નીલામ કરવામાં આવશે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં ભેટને પ્રદર્શન માટે પણ રાખવામાં આવી છે.

જાણો કઈ વસ્તુઓ ભેટમાં આવેલી છે ?

આ ભેટની 14મી સપ્ટેમ્બરે હરાજી કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશભરમાંથી મળેલી 2700થી વધુ ભેટ મળેલી છે.
વિવિધ સંગઠનો અને મુખ્યમંત્રીઓ દ્વારા કુલ 2,772 ભેટ આપવામાં આવી છે.
તસવીરો અને તલવારનો પણ સમાવેશ થયો છે.
576 શોલ, 964 અંગવસ્ત્ર, 88 પાઘડી અને ભારતની વિવિધતાને દર્શાવતા ઘણા જેકેટ છે.

 

મંત્રી પ્રહ્લાદ પટેલના જણાવ્યા મુજબ નીલામીમાં આવેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈ માટે ખર્ચ કરવામાં આવશે. આ ભેટની હરાજી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ્સમાં પીએમને મળેલી 2700 જેટલી ભેટનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવતાં કહ્યું કે, હું વડાપ્રધાનની આ ભેટમાં મોમેન્ટોની ઓછામાં ઓછી કિંમત 200 અને વધુમાં વધુ 2.5 લાખ રૂપિયા છે. સિલ્ક પર બનાવાયેલી મોદીની તસવીરની કિંમત સૌથી વધારે છે. જેને સીમત્તી ટેક્સટાઈલના માલિક કન્નનને ભેટ આપી હતી.

મંત્રીએ કહ્યું કે, NGMAમાં પ્રદર્શનનમાં મૂકાનારી વસ્તુઓને દર 15 દિવસમાં બદલી દેવાશે. જાન્યુઆરીમાં થયેલી નીલામીમાં 1800 ભેટને વેચાઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં વડાપ્રધાનના 1800 ભેટનું વેચાણ કરાયું હતું. જેમાં અંદાજે ચાર હજાર લોકોએ બોલી લગાવી હતી, જેમાંથી મળેલી રકમ ગંગા સફાઈ યોજના પાછળ ખર્ચ કરાઈ હતી.

Leave a Response

error: Content is protected !!