Corona Update

મોદી સરકાર જે કહ્યુ હતુ તે કરીને દેખાડી દીધુ.. ગિલગીટ-બાલ્ટિસ્તાન હવે ‘ઓફિશિયલ’ ભારતું થયું..!

3.37Kviews

હવે ભારતે ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ બનાવ્યુ છે.

 ભારતે ગિલગીટ બાલ્ટિસ્તાનનું ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ બનાવ્યુ છે. જેમાં આ વિસ્તારની તમામ અપડેટ જોવા મળશે.

‘ભારતનો હિસ્સો છે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ’

આઇએમડી માટે તેના બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, આઇએમડી સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે હવામાન બુલેટિન જારી કરે છે. અમે બુલેટિનમાં ગિલગીટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે તે ભારતનો ભાગ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ અધિકાર નથી. હકીકતમાં, ત્યાંની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની સરકારને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. ભારતે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનને ત્યાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ હવે જમ્મુ-કાશ્મીર સબ-ડિવિઝનને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ કહેવાનું શરૂ કર્યું છે.

Leave a Response

error: Content is protected !!