રાજનીતિ

ગિરનાર પરીક્રમાનો ૮મી નવેમ્બર કાર્તીકી અગિયારસે વિધીવત થશે પ્રારંભ

89views

પ્રતિવર્ષની માફક ગીરનારની પરીક્રમા આગામી ૮મી નવેમ્બર એટલે કે કાર્તિકી અગીયારસથી વિધિવત પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પરીક્રમા પથની તૈયારી અને યાત્રીકોની સુખાકારી માટે વનવિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપવા નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું અદકેરૂ સ્થાન છે.

 

ભારતીય ભાતિગળ ગ્રામીણ જનતા પ્રકૃતિનાં ખોળે ઉછરે છે, અને પ્રકૃતિ સાથે જીવે છે, અને કુદરતનાં ડગલે અને પગલે નિર્મિત પર્વો ,ઉત્‍સવોમાં પ્રકૃતિને સંસ્‍કૃતિ સાથે જોડીને ઈશ્‍વર સાથે એકાકાર થયાની અનુભુતિ પણ કરે છે. આવી જ વાત જૂનાગઢનાં ગિરનાર વનક્ષેત્રમાં પણ કાર્તિકી અગિયારસથી શરૂ થતી લીલી પરીક્રમા સાથે વણાયેલી છે. ગત વર્ષે ૧૦.૪૫ લાખ પરિક્રમાર્થીઓએ ગીરનાર વનક્ષેત્રનાં વનપ્રદેશની વન્ય સૃષ્ટીની પરીક્રમાનાં ધાર્મિક મહાત્મય સાથે જાણકારી મેળવી હતી. આ વર્ષ કુદરતી રીતે સારા વરસાદથી વનપ્રદેશે હરીયાળી વનસૃષ્ટી હોય યાત્રીકો પરીક્રમામાં જોડાશે. ત્યારે પરિક્રમાર્થીઓને પરિક્રમાના ૩૬ કીલોમિટરનાં પથ પર યોગ્ય સવલત મળી રહે તે માટે પરીક્રમા પથનું નવિનીકીરણ સમય મર્યાદામાં સંપન્ન કરવામાં આવ્યુ છે. સાથે પરિક્રમા પથ પર ૧૮ જગ્યાઓ પર વનવિભાગનાં મથક કાર્યરત રહેશે જ્યાં યાત્રીકોની સહાયતા માટે વનવિભાગનો સ્ટાફ તૈનાત રહેશે. આ સાથે ૧૯ હરતીફરતી ટીમો પથ પર યાત્રીકોને સહાયરૂપ બનશે. વનવિસ્તારમાં મોબાઇલ સંપર્ક ના હોય ત્યાં વનવિભાગનાં સંદેશા વ્યવહારનાં ઉપકરણ સાથે સ્ટાફ કાર્યરત રહેશે.

 

આ તકે નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલે યાત્રીકોને અપીલ કરતા જણાવ્યુ છે કે પરીક્રમાં નિર્ધારીત ૮ નવેમ્બરથી જ શરૂ કરે અને પરિક્રમા દરમ્યાન વનવિસ્તારમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરે, સાથે જયાં પડાવ હોય ત્યાં આગને કારણે વન્યસૃષ્ટીને હાની ના પહોંચે તેની તકેદારી દાખવે તે ઈચ્છનીય છે, બેરવાલે વધુમાં જણાવ્યુ હતુ કે વનવિસ્તારમાં હીંસક પ્રાણીઓનો વસવાટ હોય વનસ્ટાફની ટ્રેકર ટીમ વન્યપ્રાણીઓની સલામતી અને યાત્રીકોની સહુલીયત માટે તૈનાત હશે. ગત વર્ષની માફક આ વર્ષે પરીક્રમાનાં આગલા દિવસથી અન્નક્ષેત્રોને પરમીશન અપાશે. પરિકમાર્થીઓની પીવાનાં પાણીની વ્યવસ્થા માટે વનવિભાગ, પાણી પુરવઠાબોર્ડ અને ભવનાથ તિર્થક્ષેત્રમાં મહાનગરપાલીકા દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આમ પરિક્રમાર્થીઓ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!