Corona Update

કોરોનાની દવા ભારતે બનાવી લીધી ? શું ખરેખર 103 રૂપિયામાં મળશે કોરોનાની દવા જાણો સત્ય

6.62Kviews

નમાર્ક ફાર્માસ્યુટિકલ્સને કોવિડ -19 માટે એન્ટિવાયરલ દવા Favipiravirના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. કંપની આ દવાને FabiFlu નામથી બનાવે છે.

  • 34 ટેબ્લેટ્સની સંપૂર્ણ સ્ટ્રીપ 3,500 રૂપિયામાં ઉપલબ્ધ થશે એટલે કે એક ટેબ્લેટની કિંમત લગભગ 103 રૂપિયા છે.
  • FabiFluનો ઉપયોગ સામાન્યથી મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
  • સોમવારથી દવા હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સમાં પ્રિસ્ક્રિપ્શન પર મળી આવશે.
Representational Image

દવા માત્ર પહેલા સ્ટેજમાં રહેલા કોરોનાને હળવુંકરી શકે છે મારી શકતુ નથી,

  • ગ્લેનમાર્કે 90 સામાન્ય લક્ષણો અને 60 મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ પર દવાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરી છે.
  • આ દવા દર્દીના કોષોમાં પ્રવેશ કરે છે અને વાયરલ લોડને ઘટાડવા માટે વાયરસને તેની નકલ કરતા અટકાવે છે. એટલે કે, આ દવા ચેપના પ્રારંભિક તબક્કે શરીરમાં વાયરસના ફેલાવાને રોકવા માટે અસરકારક છે.
  • રિપોર્ટ અનુસાર FabiFluનો ઉપયોગ ઇન્ફેક્શનના શરૂઆતના સ્ટેજમાં કરવામાં આવશે.
  • પછીના સ્ટેજમાં વાયરસની રેપ્લિકેશન ધીમું પડી જાય છે.

કુલ 15 દિવસનો કોર્સ કરવાનો હોય છે પણ 80 ટકા દર્દીમાં જ સફળ છે

  • કંપની અનુસાર, દર્દીને પહેલા દિવસે 200mgની 9 ગોળીઓ આપવી જોઈએ.
  • બીજા દિવસથી 200mgની 4-4 ગોળીઓ ખવડાવીને મોનિટરિંગ કરવું જોઈએ. ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો દર્શાવે છે કે 80% દર્દીઓએ આ દવાની અસર જોવા મળી છે.

બધા જ દર્દીને આ દવા આપી શકાશે નહિ..

  • આ દવા હદયની બિમારી હોય તે લઈ શકશે
  • સગર્ભા સ્ત્રી, તાજુ જન્મેલ બાળક હોય તે અને તેની માતા આ દવા નહિ લઈ શકે
  • લીવર અને કિડ્નીની બિમારી હોય તો આ દવા ઉપયોગી નથી
  • ભારે લક્ષણ ધરાવતા હોય તો આ દવા કામ આવતી નથી

ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું કે, કંપનીએ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફાવિપિરાવીરને ફેબીફ્લૂ બ્રાંડ નામથી રજૂ કરાઈ છે. ગ્લેનમાર્કને 19 જૂને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાવિપિરાવીર અથવા ફેબીફ્લુના ઉત્પાદન અને માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશના ડ્રગ્સ તબીબોએ આ દવા વિકસાવી છે.

Leave a Response

error: Content is protected !!