વિકાસની વાત

વિશ્વમાં રિયલ એસ્ટેટમાં ભારતનું સ્થાન સુધરીને 34માં ક્રમે, મોદી સરકારના પ્રયત્નોનું સુખદ પરિણામ

256views

Global Real Estate Transparency Indexમાં ભારતના સ્થાનમાં સુધારો આવતા 34મા સ્થાને આવી પહોંચ્યુ છે. દર બે વર્ષે વૈશ્વિક સંપત્તિ સલાહકાર કંપની જેએલએલના સર્વેક્ષણ દ્વારા બહાર પાડવામાં આવતા આ રેન્કિંગમાં વર્ષ 2018માં ભારત 35મા સ્થાને હતું, 2016માં 36 અને 2014માં 39મા સ્થાને હતું. 

  • દેશના Real Estate માર્કેટને વૈશ્વિક સ્તરે આંશિક પારદર્શકની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે.
  • સૂચકાંકમાં કુલ 99 દેશોની રેન્કિંગ કરવામાં આવી હતી,
  • જેમાં સૌથી ટોચના સ્થાને બ્રિટન છે, જે પછી ક્રમશઃ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને કેનેડા છે.
  • હાલમાં ભારતનો વિવાદ ચાલી રહેલો દેશ ચીન આ સૂચકાંકમાં 32મા સ્થાને, શ્રીલંકા 65માં અને પાકિસ્તાન 73માં સ્થાને છે. 

જેએલએલ ઇન્ડિયા મુજબ ભારતે વિતેલા કેટલાક વર્ષોમાં Global Transparency Indexમાં સતત સુધારો કર્યો છે. 
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ અને પ્રયત્નોને પગલે ભારતીય અચળ સંપત્તિમાં સતત સુધારાના પ્રભાવે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતમાં રોકાણ માટે પ્રોત્સાહિત બન્યા છે. 2022 સુધી સૌ કૌઇને આવાસ આપવાની કેન્દ્ર સરકારની યોજના નિયામક અને રાજકોષીય પ્રોત્સાહનો દ્વારા મેળવવામાં આવી રહી છે, સાથે-સાથે આવાસ યોજનામાં રોકાણ સામે કરમાંથી રાહત પ્રદાન કરવામાં આવી રહી છે.  

કેટલાય વર્ષોથી અનિયમિત આ ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ 2016, જીએસટી, બેનામ લેવડ-દેવડ પર રોક લગાવતો કાયદો, ઇન્સોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ભૂમિ અભિલેખોનુ ડિજીટલાઇઝેશન જેવા માળખાકીયય સુધારાઓએ પારદર્શકતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 

Leave a Response

error: Content is protected !!