રાજનીતિ

ગોલ્ડન ગર્લ – દુતી ચાંદ

122views

નેપોલી -ઇટલી ખાતે રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સમાં ભારતની દીકરી દુતી ચાંદે 100 મિટર સ્પ્રિન્ટ માં ગોલ્ડ મેડલ જીતી એક નવો ઇતિહાસ સર્જ્યો છે. 100 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ લાવનાર દુતી દેશની પ્રથમ મહિલા બની છે.

દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત બોલીવુડના તારલાઓએ પણ દુતિને અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.

દુતીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું છે કે, મને જેટલી નીચે પછાડશો એટલી જ મજબૂતાઈથી હું પાછી ઉભી થાઇશ. આ પરથી એટલું તો સમજી જ શકાય છે કે કેટલી મહેનત અને મુશ્કેલીઓ વેઠવી પડી હશે આ ગોલ્ડન તાજ પહેરવા માટે. બધી મુશ્કેલીઓને પાર પાડીને આગળ વધનારને જ સફળતાનો સ્વાદ ચાખવા મળે છે.

સોનાલી મહેતા

( Voice of Gujarat )

Leave a Response

error: Content is protected !!