Corona Update

GoM બેઠક, કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ હજુ લોકડાઉન પુર્ણ કરવા પર કોઈ નિર્ણય નથી લીધો

313views
  • કોરોના પર ગ્રુપ ઓફ મિનીસ્ટરની ચોથી બેઠક,
  • લોકડાઉન-કોરોના સંકટ પર ચર્ચા
  • રાજનાથ સિંહના ઘરે બેઠક

અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહે તોમરે કહ્યુ કે હજુ લોકડાઉન પુર્ણ કરવા પર કોઈ નિર્ણય નથી લીધો. કોરોના અને લોકડાઉનને લઈને કેન્દ્રીય મંત્રીઓ પણ દિલ્હીમાં મળ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે મળેલી આ બેઠકમાં કોરોના વાયરસ ચેપની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ તબક્કાવાર રીતે લોકડાઉનને સમાપ્ત કરવાની યોજના પણ બનાવવામાં આવી હતી

કોરોના સંકટ વચ્ચે, દરેકના મગજમાં સવાલ એ છે કે, 14 એપ્રિલ પછી લોકડાઉન સમાપ્ત થશે? આ સવાલનો જવાબ હજી મળ્યો નથી. મોદી સરકારના મંત્રીએ કહ્યું કે લોકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે કોરોના સંદર્ભે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) ની બેઠક મળી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની, હરદીપ પુરી, રામ વિલાસ પાસવાન, સુરેશ ગંગવાર, પિયુષ ગોયલ સહિતના ઘણા પ્રધાનો બેઠકમાં હાજર રહ્યા.

Leave a Response

error: Content is protected !!