વિકાસની વાત

3-10-03થી 10-06-19: ‘સિંહે’ છોડ્યું મેદાન.. ક્રિકેટના ‘યુવરાજ’ના સંન્યાસ પર સૌ કોઈ  ગમગીમ

92views

-છ બોલમાં છ સિક્સ

-ભારતે જીતેલા વિશ્વકપનો હિરો

-ક્રિકેટ મેદાનમાં ફિલ્ડીંગનો બેતાજ બાદશાહ

-મિડલ ઓર્ડરનો મજબુત ખેલાડી

-ભારતની ટી-વર્લ્ડ કપ જીત પાછળનો ક્રિકેટર

-અન્ડર-19 વર્લ્ડકપનો  મેન ઓફ સિરીસ

-જીંદગીની જંગ સામે લડનારો સાચો ફાયટર 

યુવરાજ સિંહે ભીની આંખો સાથે ક્રિકેટ વિશ્વને અલવિદા કહ્યુ છે. દરેક ક્રિકેટ પ્રેમી આજે ગહેરા શોકમાં છે કારણકે સૌ કોઈના દિલમાં વસતો યુવરાજ હવે ફરી મેદાન પર નહિ જોઈ શકાય. આ સાથે જ ક્રિકેટના એક યુગનો અંત આવ્યો.

યુવરાજ સિંહ ક્રિકેટને પોતાના જીવન કરતા પણ વધારે મહત્વ આપતો .વર્લ્ડ કપના છેલ્લા દિવસોથી જ તેમની તબિયત બગડવા લાગી હતી અને જાણવા મળ્યું કે યુવરાજને કેન્સર છે. જીવનથી હાર માનવાને બદલે યુવરાજ ફરી ઉભો થયો અને મેદાનમાં આવ્યો હતો.એવી પણ અટકોળી વહેતી થઈ હતી કે કદાચ ફરીથી વિશ્વકપમાં યુવરાજ સિંહને એન્ટ્રી મળી શકે. જો કે વિશ્વકપમાં એન્ટ્રી ન મળતા ઘણાં ફેન્સ પણ નારાજ થયા હતા.

યુવરાજ સિંહની પહેલી ઝલક

2000ની સાલમાં ભારતે પહેલી વાર અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. જેમાં કૈફ કેપ્ટન હતો અને મહત્વનો ફાળો યુવરાજ સિંહે આપ્યો હતો. યુવરાજ સિંહ આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીસ બન્યો હતો.

કેન્યાથી થઈ હતી એન્ટ્રી

યુવરાજ સિંહ પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 2003માં રમ્યો હતો જે કેન્યા સામે મેચ હતી.. જો કે તેમાં યુવરાજ સિંહનો દાવ ન હતો આવ્યો પણ એ પછીના મેચમાં યુવરાજે 84 રનની વિસ્ફોટક પારી રમી હતી ત્યારથી જ યુવાનોના દિલમાં વસી ગયો હતો.

જુઓ છ બોલમાં છ સિક્સનો વિડીયોસોશિયલ મીડિયામાં લોકોના વ્યુ…

Leave a Response

error: Content is protected !!