વિકાસની વાત

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર, શિખર ધવન વિશ્વકપ માંથી નથી થયો બહાર

133views

વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાની સામે ઈજાગ્રસ્ત થયેલો ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વિશ્વ કપમાંથી બહાર થયો નથી. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. મંગળવારે મોડી સાંજે શિખર ધવનને ઈજા થઈ હતી તેનો રિપોર્ટ બહાર આવ્યો હતો. જેમાં તેના ડાબા હાથના અંગૂઠામાં હેયરલાઈન ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પછી બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમની સાથે સાથે ડોક્ટરની દેખરેખમાં રહેશે.

 

તમને જણાવી દઈએ કે આ પહેલા એવી ચર્ચા થઈ રહી હતી કે ધવનને ગંભીર ઈજા થઈ હોવાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અંહાતી રાયડુ અથવા રિષભ પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે. જો કે, અંગૂઠાના ફ્રેકચરનો રિપોર્ટ બાગ ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે, ધવનની આ ઈજા થોડાક દિવસમાં સારી થઈ જશે અને તે પૂરી રીતે ફિટ થયા પછી ફરીથી ટીમ ઈન્ડિયામા પ્લેઈંગનો હિસ્સો બની શકે છે.

પરંતુ આવનારી કેટલીક મેચોમાં શિખર ધવનને ગ્રાઉન્ડની બહાર બેસવું પડશે. તમને જણાવી દઈએ કે, રવિવારે ઓસ્ટ્રેલિયાની સામેની મેચમાં પેટ કમિન્સની બોલ પર ભારતી. ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી જેના પછી તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયા હતા અવે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં ફ્રેકચર હોવાનું સામે આવ્યું હતું.

જો એક સપ્તાહમાં ધવનની ઈજામાં સુધારો ન થાય તો પછી રિષભ પંતને તેના સ્થાને બોલાવી શકાય છે. હાલમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે, શિખરને ટીમની સાથે રહીને ફિટ થવાની પૂરી તક આપવામાં આવે જેથી તે ઈજામાંથી બહાર આવીને ફરી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે.

Leave a Response

error: Content is protected !!