રાજનીતિ

ખુશ ખબર! પ્લાઝમા થેરાપી આપનારને મળશે ફ્રી સુવિધા

746views

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે તેમની ઝડપી અને સચોટ સારવાર માટે પ્લાઝમા થેરાપીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી SVP હોસ્પિટલે એક જાહેરાત કરી છે. પ્લાઝમા ડોનરના પરિવારના 4 સભ્યોને વર્ષમાં એકવાર ફ્રીમાં ફુલ બોડી ચેકઅપ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.

કોરોના સામેના જંગમાં લોકો ભાગીદાર બને SVP હોસ્પિટલ દ્વારા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરવામાં આવી છે. જેના માટે તેઓએ [email protected] ઈમેલ કરી, 079 26435000 અથવા 9510214660 પર ફોન કરી જાણ કરી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

બીજી બાજુ કોરોનામાં દર્દીઓના નિદાન માટે પ્લાઝમાં થેરાપી શરૂ કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશમાં સૌપ્રથમ એસવીપી હોસ્પિટલને મંજૂરી આપી હતી. જોકે એસવીપી હોસ્પિટલને અત્યાર સુધી માંડ 35 જ પ્લાઝમાં ડોનર મળી શક્યા છે જેમાં બે ડોક્ટર છે. તેની સરખામણીએ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં 34થી વધારે લોકોએ લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યું છે જેમાં 27 ડોક્ટરો છે.

ર૭ દર્દી કિલનિકલી ટ્રાયલ માટે નકકી કરાયા હતા તે ૧૩ને પ્લાઝમાં ચડાવામાં આવ્યા હતા. જો કે આ પ્રયોગના પરિણામોની ટુંકમાં જ વૈજ્ઞાનિક રીતે જાહેરાત કરવામાં આવનાર ચે. હાલ યોગ્યતા ધરાવતી વ્યકિતના ડોનરના પ્લાઝમાં સ્વીકારીને તેને સ્ટોર કરવામાં આવે છે અને જરૂર પડયે સારવારમાં તેનો ઉપયોગ થાય છે.
આ માટે પ્લાઝમા ડોનરને પ્રશંસાપત્ર આપવામાં આવે છે. તેમજ તેમના કુટુંબના ૪ સભ્યોને એસવીપીમાં ફ્રી બોડી ચેકઅપ કરી અપાય છે જેના દર ૬૦૦૦ જેટલા હોય છે. એસવીપીમાં ફરજ બજાવતા બે રેસીડેન્ટ ડોકટરોએ પણ બે-બે વખત પ્લાઝમા ડોનેટ કરેલા છે. સામાન્ય રીતે ૧પ દિવસના અંતરે બીજી વખત પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, એક વખત કોરોના થઇ ગયો હતો તેના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઇ ગયેલા હોય છે, જે કોરોનાના વાયરસ સામે લડવા માટે હજી સક્ષમ હોય છે કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ૧પ દિવસ પછી જ સાજી થયેલી વ્યકિતના પ્લાઝમાનું ડોનેશન કરી શકે છે. અત્યાર સુધીમાં માત્ર ૩૪ લોકોએ જ પ્લાઝમાં ડોનેટ કરેલા છે.
જો કે, હોસ્પિટલના સતાવાળાઓએ પ્રારંભિક તબક્કે પ્લાઝમાં માટે જે ઉત્સાહ અને પ્રયાસો હાથ ધર્યા તા તે થોડા સમય પછી અચાનક ઓસરી ગયા હતા. હવે ફરીએ દિશામાં ધ્યાન ગયાનું જણાય છે. એસવીપીમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં માત્ર ૩૪ વ્યકિતઓએ જ પ્લાઝમાનું દાન કર્યુ તે આંકડો ટકાવારીની દ્રષ્ટિએ ખુબ જ નીચો છે.

Leave a Response

error: Content is protected !!