રાજનીતિ

ગુગલે PM મોદીના વિઝનને સપોર્ટ કર્યો, અધધધ 75 હજાર કરોડનું ભારતમાં રોકાણ કરશે

526views

ભારત માટે કોરોના વચ્ચે સારા સમાચાર મળી આવ્યા છે. ગુગલે પીએમ મોદીના વિઝનને સપોર્ટ કરીને ભારતમાં 75 હજાર કરોડનુ રોકાણ જાહેર કર્યુ છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ PM મોદી સાથે આજે સવારે વિડીયો કોન્ફરન્સમાં મિટીંગ કરી હતી. ત્યારબાદ સુંદદર પિચાઈએ આ મસમોટુ રોકાણ જાહેર કર્યુ છે.

ગૂગલે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે 75,000 કરોડ રૂપિયા (10 અબજ ડોલર)ના ફંડની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે દેશમાં આયોજીત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું, ગૂગલ ડિજિટલ ઇકોનોમીને ગતિ આપવા માટે આગામી 5 થી 7 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઇકોસિસ્ટમ રોકાણમાં આ રોકાણ ઇક્વિટી રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મિક્સચર હશે.

GST અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની મુખ્ય ભૂમિકા

GST અને ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની મહત્વની ભૂમિકા નિભાવી છે. આરોગ્ય અને કૃષિ માટે કૃત્રિમ ખૂબ મહત્વનું છે. દુર્ઘટના જેવા પૂરમાં ગૂગલે ઘણા અસરકારક પગલા લીધા છે. ઉપરાંત, ભારતીય ભાષાને ડિજિટલાઇઝ કરવાનું કામ કર્યું છે. ભારતની એપ્લિકેશન અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ વધી રહી છે. અમે ફક્ત એપ્લિકેશનના ડાઉનલોડમાં જ નહીં પણ અપલોડ પણ કરીશું. ગૂગલ ભારતના ડિજિટલ વિલેજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

Leave a Response

error: Content is protected !!