જાણવા જેવુરાજનીતિ

સરદાર પટેલની જન્મજયંતી પર” સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા પુરસ્કાર”ની જાહેરાત કરશે મોદી સરકાર

113views

ભારતની એકતા અને અખંડિતતામાં ફાળો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા પુરસ્કાર”નું ઉદ્ઘાટન કરવામાં આવશે. 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીના દિવસે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. આ એવોર્ડ દર વર્ષે વધુમાં વધુ 3 લોકો અને સંસ્થાઓને આપવામાં આવશે. “સરદાર પટેલ રાષ્ટ્રીય એક્તા” પુરસ્કાર થકી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કેવડિયા ખાતે ડીજીપી અને આઈજીપીની વાર્ષિક બેઠક યોજી હતી. આ એવોર્ડ આપતી સંસ્થાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, કેવડિયામાં જ સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે. ગૃહ મંત્રાલયની સૂચના મુજબ કહેવામાં આવી રહ્યું છે કે, તે લોકોને આ સન્માન સંયુક્ત ભારતના મૂલ્યને મજબૂત અને ભાર આપનાર તેમજ એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપનારાઓને આ પ્રોત્સાહન આપવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!