રાજનીતિ

રાજ્ય સરકારના નિર્ણયથી 65 હજાર શિક્ષકો રાજીના રેડ, પ્રાથમિક શિક્ષકોનો 4200 ગ્રેડ પે યથાવત્ રહેશે

609views

શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર આજે એક નિર્ણય પર પહોંચી છે. પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે સરકારે 25 જૂન 2019નો વિવાદિત પરિપત્ર સ્થગિત કર્યો છે. નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી જૂનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. 2010 પછીની ભરતીના શિક્ષકોને અન્યાય થતો હતો. જેથી હવે જૂનો પરિપત્ર સ્થગિત થતાં પ્રાથમિક શિક્ષકોનો 4200 ગ્રેડ પે યથાવત્ રહેશે. જેથી રાજ્યના 65000 હજાર શિક્ષકોને ફાયદો મળશે.

  • શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ પત્રકારો સાથે કરેલી વાતચીતના મુદ્દાઓ
  • ૪૨૦૦ ગ્રેડ પે યથાવત રહેશે.
  • આ નિર્ણયથી ૬૫ હજાર શિક્ષકોને લાભ થશે.
  • સરકાર માટે શિક્ષકોની હિત મહત્વનું છે.
  • શિક્ષકોનું અહિત ના થાય એ સરકારે ધ્યાન રાખ્યું છે.
  • શિક્ષકોને આર્થિક નુકશાન ના થાય એ મહત્વનું છે.
  • સંવાદથી વિવાદનો અંત આવ્યો છે.
  • શિક્ષકોની અસંતોષની લાગણી દૂર કરાઇ.
  • વિપક્ષે આ મામલાને રાજકીય બનાવવાનો પ્રયાસ કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણ સંઘના નેતાઓ સાથે શિક્ષણમંત્રીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ઉપરાંત શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટેક્નિકલ મુદ્દા પર ચર્ચા થઇ હતી. પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં દિગ્વિજય સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણ મંત્રી સાથે ટેક્નિકલ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

Leave a Response

error: Content is protected !!