રાજનીતિ

ગુજરાતના આદિવાસીઓને મળ્યો ન્યાય, રૂપાણી સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

461views

આદિજાતિ પ્રમાણપત્ર મુદ્દે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાચા આદિવાસીઓ અને માલધારીઓને લઈને સરકારે એક ખુશખબર આપ્યા છે. સાચા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિટીની રચના કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં એક કમિશન રચાશે, જેમાં બે નિવૃત ડિસ્ટ્રીકટ જજ અને ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે.

ગીર,બરડા અને આલેય વિસ્તારના આદિવાસીઓને વર્ષો બાદ ન્યાય મળશે. આદિજાતિને પ્રમાણપત્ર મળે અને તેને બધો લાભ મળે તે માટે રૂપાણી સરકાર કટિબધ્ધ છે.

સાચા આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે કમિશન રચનાની જાહેરાત બાદ ગણપત વસાવાએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગીર – બરડા, આલેચમાં લાભાર્થીઓ નક્કી કરાશે. 1956ની સ્થિતિએ સાચા આદિવાસીઓ અંગે નિર્ણય કરાશે. આ કમિશન રચવાનો સાચો ઉદ્દેશ એકપણ સાચો આદિવાસી લાભથી વંચિત નહીં રહે તેવો છે. આદિવાસીઓના અધિકાર માટે સરકાર કટિબદ્ધ હોવાની પણ વસાવાએ કરી હતી.

Leave a Response

error: Content is protected !!