રાજનીતિ

સમરકંદના ગવર્નર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અત્યંત પ્રભાવિત, ગહન અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનનું જોઇન્ટ વર્કિગ ગૃપ આવશે ગુજરાત

81views

આપણે જાણીયે જ છીએ કે ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે છે.ત્યારે આ પ્રવાસ ખાલી ફરવા-હરવા માટેનો ન બની રહેતા ગુજરાત માટે નવા નવા આયામો રૂપાણી સરકાર દ્વારા સ્થાપવાનું કામ ઉઝબેકિસ્તાનમાં થઈ રહ્યું છે.બીજો દિવસ ખેડૂતો માટે ખાસ બની રહ્યો બીજો દિવસ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમરકંદના ગવર્નર વચ્ચે યોજાઇ બેઠક યોજાઈ હતી. જેના પગલે સમરકંદના ગવર્નર ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા.તો આ બેઠકના પરિણામ સ્વરૂપે પ્રાકૃતિક ખેતીના ગહન અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનનું જોઇન્ટ વર્કિગ ગૃપ ગુજરાત આવશે ત્યારે ગુજરાત સરકારનો સંપૂર્ણ સહયોગનો વિશ્વાસ વિજયરૂપાણીએ આપ્યો હતો.હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રગતિ નક્કી જ છે.

 

 

ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે ફળદાયી પરામર્શ સહયોગ બેઠક યોજાઈ તો નક્કી જ છે કે એ બેઠકના પણ સારા ફળ ગુજરાતને પ્રાપ્ત થશે કેમકે મુખ્યમંત્રી પોતાના નામ જેવા જ ગુણો ધરાવે છે અને દરેક ક્ષેત્રે “વિજય”અપાવે છે.

 

Leave a Response

error: Content is protected !!