રાજનીતિ

2017 18 ના નાણાકીય વર્ષ ના જી.એસ.ટી. રિટર્ન/ઓડિટ ની મુદત માં વધારો કરવામાં આવ્યો. હવે 30.11.2019 સુધી ભરી શકાશે વાર્ષિક રિટર્ન

130views

જી.એસ.ટી. કાયદો 01 જુલાઈ 2017 થી લાગુ થયો છે. 2017 18 ના વર્ષ ના વાર્ષિક રિટર્ન તથા રિકનસિલેશન સ્ટેટમેન્ટ (ઓડિટ) ની મુદત વધારી 30 નવેમ્બર 2019 કરી આપવામાં આવી છે. આ મુદત પહેલા 31 ઓગસ્ટ હતી. ખૂબ ઓછા પ્રમાણમાં આ વાર્ષિક રિટર્ન તથા ઓડિટ થયા હોવાના કારણે આ મુદત માં વધારો થયો હોય તેવું માનવામાં આવે છે. જી.એસ.ટી. પ્રેક્ટિસ કરતા તજજ્ઞો ના મતે આ રિટર્ન તથા ઓડિટ નું ફોર્મેટ પ્રેક્ટિકલી ખૂબ અવ્યવહારુ હોવાથી કરદાતાઓ તથા પ્રોફેશનલ્સ ને આ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી રહી છે. આ મુદત વધારાથી જી.એસ.ટી. પ્રેક્ટિશનરો ને ચોક્કસ રાહત થશે. પણ આ ફોર્મ ને સરળ બનાવવું પણ એટલુંજ જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!