વિકાસની વાત

GST નાં બે વર્ષ પૂર્ણ થવામાં, મેં મહિનામાં પણ રેકોર્ડ બ્રેક કલેક્શન, રૂ.૧ લાખ કરોડને પાર

126views

1 જુલાઈ 2019 નાં રોજ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ દેશમાં સૌથી મોટા કર સુધારા એટલે કે GST- વસ્તુ અને સેવા કરનાં બે વર્ષ પૂર્ણ થશે. GST ને લઈને વિરોધીઓ, વ્યાપારીઓ, બજાર નિષ્ણાંતો વગેરેની અનેક આશંકાઓ હોવા છતાં બે વર્ષમાં GSTએ  દેશવાસીઓની તમામ આકાંક્ષાઓને પૂરી કરી છે. વ્યાપારીઓ અને  ગ્રાહકો તમામ મોદી સરકારના સિદ્ધાંત એક રાષ્ટ્ર-એક કરનાં પક્ષમાં ઉભા રહ્યા. GST બાદ એક બાજુ સામાન્ય લોકોને મોંઘવારીનાં મારમાંથી મુક્તિ મળી, જીવન જરૂરીયાતની વસ્તુઓ સસ્તી થઇ, તો બીજી બાજુ કેન્દ્ર સરકારનું  ટેક્સ કલેક્શનમાં પણ રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યું.

એપ્રિલ બાદ મે-2019 માં પણ GST કલેક્શન રૂ.1 લાખ કરોડને પાર

એપ્રિલ 2019 માં GST કલેક્શન 1,13,865 કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું ત્યારે મેં મહિનામાં પણ GST કલેક્શન રૂ.1 લાખ કરોડને પાર રહ્યું છે. મેં મહિના GST કલેક્શન 1,00,289 કરોડ રૂપિયાએ પહોંચ્યું જેમાં, રૂ.17,811 કરોડ CGST,  રૂ.24,462 કરોડ SGST અને રૂ. 49,891 IGST સામેલ છે. ( સ્રોત : પિઆઇબી )

GST કરદાતાઓમાં થયો વધારો

GST નાં રેકોર્ડ બ્રેક કેલેક્શન થી જ GSTનાં કરદાતામાં વધારો દેખાઈ આવે છે. GST લાગુ થયાંનાં એક વર્ષમાં જ અપ્રત્યક્ષ કરદાતાઓની સંખ્યામાં 70% જેટલો વધારો થયો હતો. GST લાગુ થયાં પહેલાં રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી જે GST નાં લાગુ થયાં બાદ તરત જ 1.2 કરોડ થઇ ગઈ હતી. મેં મહિનામાં કુલ 72.45 લાખ સ્મોલ રીટેલ GSTR-3 ફાઈલ થયાં જે એપ્રિલનાં  72.13 લાખ રીટર્નની તુલનામાં વધુ છે.


20 જૂને GST કાઉન્સિલ બેઠક, લેવાશે મહત્વપૂર્ણ નિર્ણયો

GST કાઉન્સિલ દ્વારા સરકારે GST સ્લેબ માં સતત પરિવર્તનો કરી ઘણી વસ્તુઓને સસ્તી કરી છે. હાલ GST નાં સ્લેબ માં 98% થી વધુ વસ્તુઓ 18% સ્લેબથી નીચે છે. GST નાં સૌથી ઉંચા સ્લેબમાં માત્ર 28 વસ્તુઓનો સમાવેશ થાય છે. મોદી સરકારનાં બીજી વાર સત્તામાં આવ્યાં બાદ નવા નાણાપ્રધાન નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં આગામી 20 જૂને GST કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. આ બેઠકમાં ઘણી વસ્તુઓ પરના GST દરો ઘટાડવામાં આવશે તો સાથે જ એસી, વાહનો, સિમેન્ટ જેવી વસ્તુઓને સૌથી ઉંચા સ્લેબથી 18% નાં સ્લેબમાં લાવવાનો નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ GST કરચોરી અટકાવવા ઈ-ઇન્વોઇસ તેમજ નવી માસિક રીટર્ન ફાઈલ પદ્ધતિ અંગે પણ નિર્ણય લેવાશે.

Leave a Response

error: Content is protected !!