રાજનીતિ

GTUના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રીએ લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓ થયા રાજીનારેડ

1.2Kviews

GTUની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી લેવાશે, અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમની ફી નહીં લેવાય. આજે શિક્ષણમંત્રીના નિર્ણયને GTUએ આવકાર્યો હતો. GTUએ વિદ્યાર્થીઓના હિતમાં આજે આ નિર્ણય લેવાયો હતો.

શિક્ષણમંત્રીના નિર્ણય પ્રમાણે આગામી સમયમાં યોજનાર પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષમાં હાજર રહેશે તેમની જ ફી લેવાનો નિર્ણય કર્યો છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે તેમની પાસેથી ફી નહીં લેવાય. ગઈકાલના (રવિવારે) શિક્ષણમંત્રીના નિર્ણયને આવકારી GTUએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.

રાજ્યની સૌથી મોટી અને સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લઈ શકવા માટે વિદ્યાર્થીઓની MCQ બેઝ મોક ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને પગલે આજે આ મોક ટેસ્ટ યોજાઈ હતી. જો કે આ મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક ટેકનિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓનો બપોરના 12થી 12:30નો સમય નક્કી કર્યો હતો. ત્યાર બાદ 1 વાગ્યે સાઈટ પર એરર આવવા લાગી હતી અને ઓપ્શન પણ બતાવતા નહોતા. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે સમય બદલીને 1:30 વાગ્યાનો કર્યો હતો. જો કે આમ છતાં ટેકનિકલ પ્રોબ્લેમ આવતા વિદ્યાર્થીઓને 2 વાગ્યાથી 2:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયે મોક ટેસ્ટ કોઈપણ પ્રકારના વિઘ્ન વિના પૂર્ણ થઈ ગઈ હતી.

Leave a Response

error: Content is protected !!