જાણવા જેવુરાજનીતિ

લાઈફલાઈન ઓફ ગુજરાત 108 એમ્બ્યુલન્સને આજે 12 વર્ષ પૂર્ણ, 108ની સેવાએ 1 કરોડ લોકોની જિંદગી બચાવી

135views
[contact-form-7 404 "Not Found"]

ગુજરાતની લાઈફલાઈન 108 એમ્બ્યુલન્સ અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમીક સારવાર પૂરી પાડતી રહી છે. જે 108ની સેવાને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે. 108 દ્વારા 12 વર્ષમાં 35 લાખથી વધુ પ્રસુતિ કરાવવામાં આવી છે. જ્યારે 13 લાખ માર્ગ અકસ્માત સંબંધિત સેવાઓ પુરી પાડી છે. ઉપરાંત 1 કરોડ મેડિકલ ઈમરજન્સી સેવાઓને પ્રતિસાદ આપ્યો છે. 53 જેટલી એમ્બયુલન્સથી  શરૂ કરવામાં આવેલી ઇમરજન્સી 108ની  સુવિધાનો 29 ઓગસ્ટ 2007થી શુભારંભ કરવામાં આવ્યો હતો.

માત્ર 53 એમ્બ્યુલન્સ સાથે શરૂ કરવામાં આવેલી સેવા આજે 589 એમ્બ્યુલન્સ સાથે 24 કલાક કાર્યરત છે. હાલની જૂની એમ્બ્યુલન્સને બદલી તેની સંખ્યા 650 કરવામાં આવશે. ગુજરાતમાં 108 દ્વારા દરરોજ 3300 જેટલા દર્દીઓને અકસ્માત અને બીમારીની તાત્કાલિક સારવાર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. 108 પર આવેલા 95 ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં પ્રતિસાદ કરવામાં આવે છે. દર 25 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસને પ્રતિસાદ આપવા રવાના થાય છે. 11 વર્ષ અને 11 મહિનામાં 1 કરોડ કરતા વધુ ઈમરજન્સી સેવાઓ આપી છે. તેમજ 1.4 લાખથી વધુ પોલીસ અને 5.4 હજારથી વધુ ફાયર અકસ્માતો માટે 108એ સેવાઓ આપી છે.

Leave a Response

error: Content is protected !!