Corona Update

અમદાવાદમાં સંપુર્ણ પ્રતિબંધ જાહેર કરનારને ધન્યવાદ, વધુ 51 શાકભાજી-કરિયાણાવાળાને કોરોના નિકળ્યો

5.27Kviews
  •   છેલ્લા 24 કલાકમાં વધુ 51 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા .
  • જેમાં 29 શાકભાજીવાળા અને 10 કરિયાણાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા 
  • જેમાં થલતેજ, ખોખરા, અસારવા અને અમરાઈવાડીના સૌથી વધુ છે.
  • જો આ સુંપુર્ણ પ્રતિબંધ ના હોત તો શાકભાજી અને કરિયાણા લેવા મારફતે હજારો લોકોને કોરોનો થઈ જાત  
  • રાજીવ ગુપ્તાની આગવી બુદ્ધિશક્તિથી અમદાવાદ કોરોના મુક્તિની દિશામાં આગળ

અમદાવાદ હાલ કડવી દવા પી રહ્યુ છે પણ તે જલ્દી જ કોરોના મુક્ત થશે કારણક કે રાજીવ ગુપ્તા દ્વારા જે પ્રકારે સડસડાટ નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રશંસનીય છે.

શહેરમાં મંગળવારે વધુ 267 કેસ અને 21 લોકોના મૃત્યુ થયા હતા. સૌથી વધુ કેસ મણિનગરમાં 19, જમાલપુરમાં 16, વેજલપુરમાં 10, બોડકદેવમાં 8, અસારવામાં 11, અમરાઈવાડીમાં 10 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત નવરંગપુરામાં 6, સરસપુરમાં 9, શાહપુરમાં 11, સરખેજમાં 8, શાહીબાગમાં 6, વિરાટનગરમાં 5, ઈસનપુરમાં 7, દરિયાપુરમાં 6, ગોમતીપુરમાં 6, દાણીલીમડા 9, જોધપુરમાં 8, નારણપુરામાં 3, નવા વાડજમાં 6, પાલડીમાં 4, રામોલ-હાથીજણમાં 6, ઠક્કરબાપાનગરમાં 5 કેસ નોંધાયા હતા. વધુ 51 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 29 શાકભાજીવાળા અને 10 કરિયાણાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં થલતેજ, ખોખરા, અસારવા અને અમરાઈવાડીના સૌથી વધુ છે.  વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટી જ્યારે ઓઢવના વિમલ પાર્ક સોસાયટીમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ભૂલાભાઈ પાર્ક પાસે એક જ એપાર્ટમેન્ટમાં બેનાં મોત, નારણપુરામાં પણ 2 મોત
શહેરમાં વધુ 21 મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ ખાડિયામાં 4, દરિયાપુરમાં 3, નારણપુરામાં 2 દર્દીના મોત થયા હતા. ભૂલાભાઈ પાર્ક પાસેના અનમોલ એપોર્ટમેન્ટમાં રહેતા બે વ્યક્તિના પણ એકસાથે મોત થયા હતા. 24 દિવસની સારવાર પછી ગોમતીપુરમાં રહેતા વૃદ્ધનું મોત થયું હતું.

Leave a Response

error: Content is protected !!