રાજનીતિ

અમદાવાદ અને ગાંધીનગરના આ પાંચ ગામમાં વિકાસનો વરસાદ, અમિત શાહ આ ગામોને બનાવશે આદર્શ ગામ

3.25Kviews

અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદના ગામોને આધુનિક,આદર્શ અને સુવિધાયુક્ત બનાવવા માટે બિડુ ઝડપ્યુ છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગામોને સાંસદ આર્દશ ગ્રામ યોજના દ્વારા દરેક આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવશે.

  • અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલ માણકોલ, મોડાસર
  • ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ બિલેશ્વરપુરા અને રામનગર
  • ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામ

આ ગામનો વિકાસ દરેક મોરચે કરવામાં આવશે. તો ચાલો જાણીએ શું છે સાંસદ આર્દશ ગ્રામ યોજના ?

11 ઓક્ટોબર ૨૦૧૪ના રોજ જયપ્રકાશ નારાયણજની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ની શરૂઆત કરવામાં આવી હતી.

સાંસદ આદર્શ ગ્રામ યોજના ((SAGY) 11મી ઓક્ટોબર, 2014ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને હકીકતમાં ફેરવવાના ધ્યેય સાથે લૉન્ચ થઈ. એસએજીવાય હેઠળ, સંસદના પ્રત્યેક સભ્ય ગ્રામ પંચાયત દત્તક લે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ‘આદર્શ ગ્રામો’, સ્થાનિક વિકાસ અને સુશાસનની શાળાઓ બનીને અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપશે.

ગ્રામવાસીઓને સામેલ કરવાથી તેમજ વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ દ્વારા સાંસદના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ (પરિયોજનાના અહેવાલો) તૈયાર કરવામાં આવે છે અને વિભાગો દ્વારા રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાની અધિકાર-સંપન્ન સમિતિ (SLIC) આ અહેવાલોની સમીક્ષા કરે છે, તેમાં ફેરફારો સૂચવે છે અને સાધનોની ફાળવણીને પ્રાથમિકતા આપે છે. અત્યાર સુધીમાં વિવિધ મંત્રાયલો / કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા SAGY ગ્રામ પંચાયત પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવા માટે 21 યોજનાઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

જિલ્લા કક્ષાએ, સાંસદના અધ્યક્ષપણા હેઠળ દરેક ગ્રામ પંચાયત માટે દર મહિને સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. પ્રત્યેક પ્રોજેક્ટનું સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં અવલોકન થાય છે અને રાજ્ય સરકારને તેની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. 2024 સુધીમાં વધુ પાંચ ગ્રામ પંચાયતોના વિકાસનું નેતૃત્વ કરશે. અત્યાર સુધીમાં દેશભરમાં સાંસદો દ્વારા 696 ગ્રામ પંચાયતો દત્તક લેવામાં આવી છે

Leave a Response

error: Content is protected !!