રાજનીતિ

રૂપાણી સરકારના નેજા હેઠળ ગુજરાત બન્યું દેશનું ફાર્માસ્યુટિકલ હબ

112views

મોદી સરકાર દેશના નાગરિકોને સ્વસ્થ્ય આરોગ્ય પુરૂ પાડવા કટ્ટીબદ્ધ છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) દ્વારા લોકોને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ હાલ લોકપ્રિય બની રહી છે. આ સાથે જ દુનિયાભરમાં પણ ઘીમે ઘીમે ભારતીય દવાઓની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે.

દેશભરમાં ગુજરાત રાજ્યને ફાર્માસ્યુટિકલ હબ માનવામાં આવે છે. અહીં સૌથી વધારે દવાઓનો વેપાર થઇ રહ્યો છે. ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અંદાજીત 40 હજારથી વધુ ફાર્મા યુનિટ આવેલા છે. આ સાથે જ દાવોઓના વ્યવસાય દ્વારા રાજ્યભરમાં 17 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે.

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનરના જણાવ્યા અનુસાર, દેશમાં જેટલી ઝડપથી દવાઓનો બિઝનેસ વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા દુનિયાભરમાં દર ત્રીજા બાળકને ભારતમાં બનેલી દવા આપવામાં આવી રહી છે.

આમ ગુજરાત રૂપાણી સરકારના નેજા હેઠળ હરણફાળ ભરી રહ્યું છે એ પછી કોઈ પણ ક્ષેત્ર હોય જેમ વડાપ્રધાન મોદી દેશને વિકાસ સાધવા માર્ગે આગળ ધપાવવા દરેક નાનામોટા પ્રયત્નો કરે છે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મોદીના નકશા કદમે ચાલી રહ્યા છે એનું પરિણામ આપણી સામે જ છે.

Leave a Response

error: Content is protected !!