Corona Update

મદદની કરો ગુહાર મુખ્યમંત્રી રૂપાણી હંમેશા તૈયાર, તૈલંગણામાં ફસાયેલી દિકરીઓને ઘરે હેમખેમ લાવી સરકાર

1.37Kviews

લોકડાઉન દરમ્યાન ગુજરાત ના દાહોદ મા રહેતી અને તેલંગણા મલ્કાજગીરી ખાતે નર્સીંગ નો અભ્યાસ કરતી 27 દીકરીઓ તેલંગણા ખાતે ફસાઈ ગઈ હતી.

આ અંગે દીકરીઓના વાલીઓએ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પોતાની વેદના વ્યક્ત કરી હતી.

મદદ ની ગુહાર સામે વિજયભાઈ એ કેન્દ્રીય નેતૃત્વમાં રજુઆત કરી આ દીકરીઓને વહેલી તકે પાછી લાવી શકાય એ મુજબ ની વ્યવસ્થા ગોઠવી આપવાની રજુઆત ના પગલે આજે આ દીકરીઓ તેલંગણાથી ગુજરાત પરત ફરી છે.

આ અંગે છેલ્લા ઘણા સમયથી દીકરીઓ માટે ચિંતીત માતાપિતાને મોટો હાંશકારો થવા પામ્યો છે અને તેઓએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીને અંતરના આશિષ પાઠવ્યા છે.

\

Leave a Response

error: Content is protected !!