રાજનીતિ

ગુજરાતને બદનામ કરનારને સટ્ટાક જવાબ આપતા રૂપાણીની સૌએ કરી પ્રશંસા, કહ્યુ, વાહ CM હોય તો આવા

1.38Kviews

ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું, સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતો. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતો છે.

ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યુ કે, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી. હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે, ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.

તો વળી જે વર્ષની વાત ગુહાએ કરી છે ત્યારે તો ગુજરાતની સ્થાપના જ ન હતી થઈ તો પછી કેવી રીતે કોઈ અંગ્રેજ લેખકે આ લખ્યુ હોય ?

ગુજરાત પર કોઈ કારણ વગર નિશાન તાકનાર ડાબેરી ઇતિહાસ’મરોડ’કાર રામચંદ્ર ગુહાને મુખ્યમંત્રી રૂપાણીનો જડબાતોડ જવાબ

ગર્ભવતી હાથણીને મારી નાંખવાની કેરળનાં કેટલાક મુસ્લિમોની ક્રૂરતા સામે કેમ રામચંદ્ર ગુહા અને રાહુલ ગાંધી જેવા ઢોંગી લોકો મૌન સેવી લે છે?

ગુજરાત માત્ર ગ્રોથ એન્જીન નથી, ભવ્યદિવ્ય સંસ્કૃતિ, તીર્થો, સાહિત્ય, અધ્યાત્મ, મહાપુરુષો, વિશ્વવિભૂતિઓનું અને કળાનું ધામ છે

ડાબેરી – દેશ વિરોધી – વિકૃત વિચારધારાને વરેલા કહેવાતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવુ એક ટ્વીટ સોશિયલ મીડિયામાં કરી ગુજરાતને નીચું પાડવાનો પ્રયાસ કર્યો હતો અને બંગાળ સાથે તેની સરખામણી કરી પ્રાંતવાદ કરવાની કોશિશ કરી હતી. જેના જવાબમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું હતું કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે. પણ, ભારતીયો એક છે. અગાઉ બ્રિટિશરોએ પણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે, ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઊંચી છે. આમ, વિજયભાઈ રૂપાણીએ રામચંદ્ર ગુહાને બરાબર પાઠ ભણાવ્યો હતો.

ગુજરાત એટલે એકતા, અસ્મિતા, કલા, સંસ્કૃતિ અને ઉદ્યોગની પટભૂમિ. કવિ નરસિંહ મહેતા, નર્મદ, કલાપી, કાંત, મેઘાણી, મુન્શીથી લઈ દયાનંદ સરસ્વતી.. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું જન્મ અને કર્મ ક્ષેત્ર. ગુજરાત પુરાતનકાળથી સાંસ્કૃતિક નગરી રહ્યું છે. અહીં શંકર અને કૃષ્ણ જેવા ભગવાન અને અંબા, ચામુંડા જેવા માતાજી બિરાજમાન છે. આ ધરતીની સંસ્કૃતિ પવિત્ર અને પુરાતન છે. ગુજરાતની સંસ્કૃતિને પછાત કહેનાર રામચંદ્ર ગુહાએ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે.

એવા સમયે ગુજરાતનાં પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ રામચંદ્ર ગુહાને બરાબરનો જવાબ આપ્યો છે પણ આ અંગે રાહુલ ગાંધીથી લઈ ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ કેમ ચૂપ છે? કારણ કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી પણ રામચંદ્ર ગુહા જેવી ડાબેરી – દેશવિરોધી – વિકૃત – ભાગલાવાદી વિચારધારાને જ વરેલા છે. રાહુલ ગાંધી તો ઠીક પણ રામચંદ્ર ગુહા એ ગુજરાતનું જે અપમાન કર્યું તેનાથી એકપણ ગુજરાત કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું નથી? જો ના તો તેમને ગુજરાતમાં રહેવાનો કોઈ અધિકાર નથી. હજુ હમણાં જ કેરળમાં બનેલી ઘટના અંગે પણ આ ડાબેરી ગેંગે જીભ પૂંઠમાં નાખી મૌન લઈ લીધું હતું. હમણા એક ખૂબ કરૂણાસભર ઘટના બની ગઈ. કેરળમાં એક સગર્ભા હાથણીને અનાનસમાં બોંબ ખવડાવવામાં આવ્યો. તમને થશે કેરળ જેવા શિક્ષિત રાજ્યમાં ગર્ભવતી હાથણી કોઈ ફટાકડારૂપી અનાનસ બોમ્બથી કેમ મારી શકે? અને શું કામ મારે?

Leave a Response

error: Content is protected !!