Corona Update

કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ બંધ કરે અને રાજ્યમાં હુમલાઓ બંધ કરાવે : જીતુભાઈ વાઘાણીની અપીલ

deshgujarat.com
357views
 • “પોલીસ, ડોક્ટર્સ અને નર્સ પર કરવામાં આવી રહેલા હુમલાઓને હું સખત શબ્દોમાં વખોડી નાંખું છું. હું કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે આવા હુમલાઓ બંધ થવા જોઈએ અને તેને માટે જરૂરી પગલાં લેવા જોઈએ”. :  ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી
 • આફતના આ સમયમાં આખો દેશ એક બનીને લડી રહ્યો છે ત્યારે પક્ષા-પક્ષીના રાજકારણથી ઉપર ઉઠીને જનસેવા કરવાને બદલે કોંગ્રેસના લોકો માત્ર રાજકીય નિવેદનબાજી કરે છે તે નિંદનીય છે.-  જીતુભાઈ વાઘાણી
 • કોંગ્રેસના નેતાઓ જેને પોતાની જાગીર સમજે છે,જેને પોતાની વોટબેંક સમજે છે તેને સમજાવી આ મહામારીના સમયે અન્ય સમાજોની પણ ચિંતા કરે

રાજ્ય અને દેશને જ્યારે એક થઈને લડવાની જરૂર છે ત્યારે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનિતી રમી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અનેક અનેક મુદ્દે રાજનીતિ શોધી રહી છે.

પહેલા લોકડાઉન પર રાજનીતિ કરી પણ જનતાએ સોશિયલ મિડીયામાં કોંગ્રેસને વળતો જવાબ આપ્યો. એટલે કોંગ્રેસને લાગ્યુ કે આ કામ નહિ આવે. કોંગ્રેસે પછી સેવા અને અપીલની  ઔપચારિકતા શરૂ કરી અને તેની આદત મુજબ તુષ્ટિકરણની રાજનીતિ શરૂ કરી છે.

કોંગ્રેસ આવી પરિસ્થિતિમાં  મેદાને આવીને કઈ કામ કરવા કરતા ઘરમાં બેસીને મગર રાજનીતિ કરી રહી છે. આ તમામ વાતને જીતુભાઈ વાઘાણીએ જવાબ આપતા કહ્યુ કે કોંગ્રેસ અપીલ કરે ઔપચારિકતા નહિ.

 • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ લોકડાઉનના કપરા સમયમાં લોકોને ઓછાંમાં ઓછી મુશ્કેલી પડે તે માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવાઈ રહ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત અનેક સામાજીક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ સેવાકાર્યો થઇ રહ્યાં છે ત્યારે આ સૌ સેવાભાવીઓને વંદન કરી તેમના પ્રત્યે આભાર પ્રગટ કરું છું.
 •  સરકારની સાથે સાથે ભાજપા સંગઠન પણ ખભે થી ખભો મિલાવી આફતની આ ઘડીમાં જનસેવામાં કાર્યરત છે.
  અમદાવાદ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ તથા સેવાકર્મીઓ પર હુમલાઓ થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પોતાની મતબેંકની ચિંતા છોડી અન્ય સમાજના લોકોની પણ ચિંતા કરી આ હુમલાઓ બંધ થાય તે માટેની અપીલ કરવા બહાર આવવું જોઈએ
 • ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,કોરોના સામેની લડાઈમાં આખો દેશ એક થઇ મજબૂતીથી આગળ વધી રહ્યો છે.આપણા સૌના હિત માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરેલાં ૨૧ દિવસના લોકડાઉનનું સમગ્ર દેશના લોકો પાલન કરી રહ્યા છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ લોકડાઉનના કપરા સમયમાં લોકોને ઓછાંમાં ઓછી મુશ્કેલી પડે તે માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવાઈ રહ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત અનેક સામાજીક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ સેવાકાર્યો થઇ રહ્યાં છે ત્યારે આ સૌ સેવાભાવીઓને વંદન કરી તેમના પ્રત્યે આભાર પ્રગટ કરું છું.
 • વાઘાણીએ જણાવ્યું હતું કે,સરકારની સાથે સાથે ભાજપા સંગઠન પણ ખભે થી ખભો મિલાવી આફતની આ ઘડીમાં જનસેવામાં કાર્યરત છે.ગુજરાતમાં ભાજપાના કુલ ૩૦,૦૦૦ જેટલાં કાર્યકરો-આગેવાનો જુદાજુદા વિસ્તારોમાં સેવાકાર્યમાં જોડાયેલા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૭૫,૦૦૦ લોકોને ભોજન તથા ૫૭૦૦૦ જેટલાં લોકોને રાશનકીટ પહોંચાડવામાં આવી છે.ગુજરાત ભાજપાના અંદાજે ૭૫૦૦૦ જેટલાં કાર્યકરો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ જેટલી રકમનું અનુદાન પી.એમ.કેર્સ ફંડમાં કરવામાં આવ્યું છે.કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારની કોરોના સામેની જાગૃતતા માટેની ‘આરોગ્ય સેવા સેતુ’ મોબાઈલ એપ્લીકેશનનું પણ વધુને વધુ લોકો ડાઉનલોડ કરે તેવાં પ્રયત્નો થઇ રહ્યા છે.કોરોના સામેની લડાઈમાં પોતાના જીવના જોખમે આપણી રક્ષા માટે કાર્યરત એવા યોધ્ધાઓ જેવાં કે,ડોક્ટર્સ,પેરામેડીકલ સ્ટાફ,પોલીસ,મિડીયાકર્મીઓ,આરોગ્ય કર્મચારીઓ,સફાઈ કામદારો વેગેરે પ્રત્યે આભાર પ્રગટ કરતો ધન્યવાદ ઠરાવ પણ ભાજપા ના કાર્યકરો દ્વ્રારા મોકલવામાં આવી રહ્યા છે.
 •  વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,આફતના આ સમયમાં આખો દેશ એક બનીને લડી રહ્યો છે ત્યારે પક્ષા-પક્ષીથી ઉપર ઉઠીને જનસેવા કરવાને બદલે કોંગ્રેસના લોકો માત્ર રાજકીય નિવેદનબાજી કરે છે તે નિંદનીય છે.આજે જ્યારે અમદાવાદ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ તથા સેવાકર્મીઓ પર હુમલાઓ થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પોતાની મતબેંકની ચિંતા છોડી અન્ય સમાજના લોકોની પણ ચિંતા કરી આ હુમલાઓ બંધ થાય તે માટેની અપીલ કરવા બહાર આવવું જોઈએ તેને બદલે છાશવારે મીડીયામાં આવીને નિવેદનબાજી કરતા કોંગ્રેસના નેતાઓ હજુસુધી શા માટે શાંતિની અપીલ નથી કરતા ?
 • ઔપચારીકતા કરવાને બદલે કોંગ્રેસના નેતાઓ જેને પોતાની જાગીર સમજે છે,જેને પોતાની વોટબેંક સમજે છે તેને સમજાવી આ મહામારીના સમયે અન્ય સમાજોની પણ ચિંતા કરે અને આ સમુદાય આરોગ્યસેવાકર્મીઓને તેમજ તંત્રને સાથ આપે તેવી અપીલ કરવા બહાર આવે.

Leave a Response

error: Content is protected !!