રાજનીતિ

3 મહિનામાં કોંગ્રેસના 7 રાજીનામા.. પ્રદેશ નેતા વાતો કરતા રહી ગયા અને પાછળથી ધારાસભ્યોએ રાજીનામા આપી દિધા

860views
 • કોંગ્રેસને પડ્યો મોટો ફટકો
 • કરજણના અક્ષય પટેલનું રાજીનામુ
 • કપરાડાના જીતુ ચૌધરીનું રાજીનામુ
 • વિધાનસભાના અધ્યક્ષે કરી પુષ્ટિ
 • ગઈ કાલે સાંજે જ આપી દિધુ હતુ રાજીનામુ

કોંગ્રેસનું સંખ્યાબળ હવે 66 થઈ છે. એક ઉમેદવારને જીતડવા માટે 35નું સંખ્યાબળ જોઈએ અને બે માટે 70 જોઈએ. કોંગ્રેસ પાસે માત્ર 66નું સંખ્યાબળ રહેતા કોંગ્રસ માટે હવે બીજી બેઠત જીતવી મુશ્કેલ

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિના બનાવ બન્યા છે. ત્યારે આગામી  19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે  ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ તૂટતી હોય તેવા ઘાટ સર્જાયા છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ રાજીનામું આપ્યું છે.  સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની વાતો ચાલી રહી છે.

વિધાનસભા અધ્યક્ષે રાજીનામા સ્વીકાર્યા

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપીને જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આપ્યું રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ કરાવી અને સહીઓ પણ ઓળખી લીધી હતી. ખરાઈ કર્યા બાદ બંનેના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ.. 3 મહિનામાં કુલ 7 ધારાસભ્યોએ ‘હાથ’ છોડ્યો

 1. કરજણ અક્ષય પટેલ
 2. કપરાડા  જીતુ ચૌધરી,
 3. ગઢડાના પ્રવિણભાઈ મારૂ,
 4. અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજૉ
 5. ધારીના  જે.વી. કાકડીયા,
 6. લીંબડીના સોમાભાઈ પટેલ
 7. ડાંગના મંગળભાઈ ગાવિત

Leave a Response

error: Content is protected !!