Corona Update

પહેલા કોંગ્રેસના કાર્યકર્તા પછી ધરાસભ્ય, મહામંત્રી અને હવે કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખને કોરોના

389views

કોંગ્રેસમાં ધીરે ધીરે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 10 દિવસ પહેલા કોંગ્રેસના એક કાર્યકર્તાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો. ગઈર કાલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોનો થયા અને આજે બેહરામપુરના કોર્પોરેટર બદરિદ્દીન શેખનો પણ કોરોના પોઝિટિવ આવતા હલચલ મચી ગઈ છે.

ગાંધીનગરમાં મંગળવારે સ્વર્ણિમ સ્કૂલમાં મળેલી મીટિંગમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન ખેડાવાલા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટના બાદ બદરૂદ્દીન શેખને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. AMCના પૂર્વ વિપક્ષના નેતા કોરોનાની ઝપેટમાં આવી જતા હવે ગુજરાતમાં કોરોના વાયરસ નેતાઓને ભરડામાં લઈ રહ્યો છે. બદરૂદ્દીન શેખ પોતાના વિસ્તારમાં સેવા કાર્ય કરતા હતા. આ સિવાય ઓઢવ કોંગ્રેસના મહામંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે, એક MLA અને હવે કોર્પોરેટરને કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે.

Leave a Response

error: Content is protected !!