રાજનીતિ

રિક્ષાને બસ બનાવ્યા પછી ક્વોટેશનને સરકારી ઓર્ડર બનાવતી કોંગ્રેસનું નવુ નજરાણું, પરેશ ધાનાણી રાહુલના પગલે

3.45Kviews

લાગે છે કે કોંગ્રેસને લોકોના મજાકનું પાત્ર બનવાની આદત પડી ગઈ છે. છેલ્લા છોડા દિવસથી કોંગ્રેસ એક પછી એક ખોટા આરોપો મુકીને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે છે. ફરી એક વાર ધમણ -1ને લઈને વિવાદ ચગ્યો છે. કોંગ્રેસે ધમણ-1ના ક્વોટેશનને સરકારી આદેશ બતાવીને સોશિયલ મીડિયામાં મુક્યો છે.

આ આરોપ પર ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ તીખી પ્રક્રિયા આપતા કહ્યુ છે કે વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી ટવીટર અધૂરી , જુઠી માહિતી મુકીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે.ધમણ-૧ વેન્ટીલેટરનાં કવોટેશનને ઓર્ડર બતાવવાનો જુઠો પ્રયાસ કરે છે. જો તેમની પાસે સરકારી ઓર્ડર હોય તો તે જાહેર કરે. નહીતર સરકાર પર ખોટા, બેબૂનિયાદ આક્ષેપ કરવાનું બંધ કરે.

Leave a Response

error: Content is protected !!