Corona Update

કોંગ્રેસ તમને શ્રમિકો ક્યારેય માફ નહિ કરે..! ગરીબ સાથે છેતરપીંડિ કરીને તમે હિંચકે ઝુલો છો ? તમે કેટલા પરપ્રાંતીઓને ભાડુ ચુકવ્યું ?

1.61Kviews

કોંગ્રેસે  ગરીબ શ્રમિકો સાથે છેતરપીંડિ કરી છે અને પકડાય ગયા છે તો હવે મો છુપાવીને ભાગી રહ્યા છે અને દિશા બદલવાની કોશિસ કરી રહ્યા છે. આખરે  કોંગ્રેસને આવી નિવદનબાજીની રાજનીતિ રમવાનું ક્યારે છોડશે ?

  • પહેલા સોનિયા ગાંધીએ શ્રમિકોને ટિકીટ આપવાનું વચન આપ્યુ 
  • ગુજરાત કોંગ્રેસે શ્રમિકોને જવાબ આપવો જોઈએ 
  • હજુ સુધી સરકારે 4.70 લાખ શ્રમિકોને માદરે વતન પહોંચાય્યા માત્ર 10 ટકા શ્રમિકોનું ભાડુ કોંગ્રેસે આપ્યું હોય તો બતાવે
  • સરકાર જ્યારે શ્રમિકોને ઘરે પહોંચાડતી હતી ત્યારે કોંગ્રેસ ભીડ લગાવીને મજુરોને ઉશ્કેરતા હતા 
  • વારંવાર અફવા ફેલાવીઅને ઉશ્કેરીને ગરીબ પરપ્રાંતીય રોડ પર લાવી સોશિયલ ડિસટન્સનો ભંગ કરાવ્યો
  • કોંગ્રેસના ધારાસભ્યએ ટીકિટના રૂપિયા આપવાની  સ્પષ્ટ ના કહી દીધી 
  • ભરૂચ કોંગ્રેસે ટીકિટના રૂપિયા તો આપ્યા પણ જેહાદી માનસિકતા વાળી સંસ્થાના વિદ્યાર્થીઓને આપ્યા 
  • કોંગ્રેસે ફરીથી મજુરો સાથે દગો કર્યો 
  • હજુ સુધી કોંગ્રેસે મજુરોના ટીકિટના રૂપિયા નથી આપ્યા બસ રાજનીતિના રોટલા શેક્યા છે 

કોંગ્રેસ મગરમચ્છની રાજનીતિ કરીને ભાગી રહ્યુ છે અત્યાર સુધી કોંગ્રેસે માત્ર વચનો જ આપ્યા પણ શ્રમિકોના રૂપિયા આપ્યા જ નથી.  કોંગ્રેસને ખરેખર મદદ કરવામાં રસ જ નથી બસ છેતરવામાં અને કૌભાંડ કરવામાં જ રસ છે. બીજુ બધુ તો ઠીક પણ હવે ગરીબ શ્રમિકો સાથે છેતરપીંડિ કરી છે અને સૌથી મોટો દગો કર્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહેલા તો ટ્વિટર પર મોટી મોટી કવિતાઓ લખીને સરકાર પર આરોપ કરતા અને પત્રો લખતા પણ જ્યારે ખરેખર કામ કરવાનું આવ્યું તો મોઢું ફેરવી લીધુ છ.

ગુજરાતમાંથી 4 લાખથી  વધુ શ્રમિકો પોતાના વતનમાં ગયા એમાંથી કોંગ્રેસ 40 હાજર શ્રમિકોની ટીકિટનું ભાડુ ચુકવ્યુ એ બતાવે 

કોંગ્રેસે ખાલી વાતો કરી છે હજુ સુધી 40 હજાર શ્રમિકોનું પણ જો કોંગ્રેસે ભાડુ આપ્યું હો તો કોંગ્રેસ આંકડા બહાર પાડે. કોંગ્રેસ હંમેશાથી આવી ગપગોળા વાતો કરવામાં જ આગળ રહી છે. ટીકીટનું ભાડુ આપવાની વાત છે તો કોંગ્રેસ કેમ ચુપ છે ?

  • કોંગ્રેસના ધારાસભ્યોએ પૈસા આપવાની ના પાડી

કોંગ્રેસના તલાલા ના ધારાસભ્ય ભગા બારાડ પાસેથી જ્યારે એક શ્રમિકે ટ્રેનની ટિકીટના પૈસા આપ્યા તો તોછડાયથી ના પાડી દીધી અને કહ્યુ કે મારી પાસે કોઈ રૂપિયા માંગવા નહિ.

  • ભરૂચમાં કોંગ્રેસે શ્રમિકો સાથે દગો કરી અલ્પસંખ્યોકોને ખુશ કરવાની રાજનીતિ

કોંગ્રેસ એક વર્ગને ખુશ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે તે હવે કોઈથી અજાણ નથી. કોંગ્રેસે માત્ર દારૂલ ઉલમ નામની  સંગંઠન જે જેહાદી માનસિકતા વાળુુ છે તેના વિદ્યાર્થીઓને ટીકિટના રૂપિયા આપ્યા છે, આ વિશે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જ્યારે સવાલ પુછ્યા છે તો હજુ સુધી કોંગ્રેસના એકેય નેતાએ જવાબ આપ્યો નથી. કોંગ્રેસ અલ્પસંખ્યકોને ખુશ કરવા આ પ્રકારની રાજનીતિ કરતું આવ્યું છે.

  • વારંવાર અફવા ફેલાવીઅને ઉશ્કેરીને ગરીબ મજુરોને રોડ પર લાવી સોશિયલ ડિસટન્સનો ભંગ કરાવ્યો

કોંગ્રેસે પહેલા તો મફતમાં ટીકિટનું એલાન કરીને ખોટી ભીડ એકઠી કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય કોંગ્રેસ જાણે પોતે ટીકિટ આપતી હોય તેમ હંમેશા ગરીબ પરપ્રાંતીઓને રોડ પર લાવી ખોટા વાયદા કર્યા છે.સપરતમાં કોંગ્રેસના નેતાઓએ ટ્રેનને લીલી ઝંડી આપી અને સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કર્યુ હતુ.

 

જોકોંગ્રેસે ખરેખર શ્રમિકની ટીકિટના રૂપિયા આપ્યા હોય તો દેખાડે બાકી શ્રમિકોની માફી માંગી ખોટી વચનોની રાજનીતિ બંધ કરે

Leave a Response

error: Content is protected !!