Corona Update

હવે સાંજે એક વાર જ આવશે કોરોનાના આંકડા, જયંતિ રવિએ આપ્યું છે આ કારણ, ટેસ્ટિંગમાં નહિ થાય ઘટાડો

1.51Kviews
  • કોરોનાના ટેસ્ટ ઘટાડાયા નથી, દરરોજ 3 હજારમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરાશે
  • દર્દીઓના આંકડા 24 કલાકે જાહેર કરાશેઃ જયંતિ રવિ
  • દરરોજ સાંજે જાહેર થશે  કોરોના કેસના આંકડા 
  • સરકાર પાર્દર્શક રીતે આંકડા આપી રહી છે
  • હવેથી દર 24 કલાકે કોરોનાના આંકડા જાહેર કરાશે
  • બે  વાર આંકડા આવવાથી લોકોમાં મુંજવણ થતી હતી જેથી આ નિર્ણય લેવાયો છે.

 

ગુજરાતામં કોરોનાના આંકડા દિવસમાં બે વાર આપવામાં આવતા. સવારે અને સાંજે આ આંકડા આપવામાં આવતા હોવાથી લોકોને આંકડા સમજવામાં મુંજવણ ઊભી થઈ રહી હતી અને સ્પષ્ટતા આવી ન હતી.  આજથી રાજ્યમાં કોરોના વાઈરસના અપડેટ આંકડા 24 કલાકના અંતરે જણાવવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.  મૃત્યુ પામનાર 67 દર્દીમાંથી 60 દર્દી બિમારીથી પીડાતા હતા. ડાયાબિટીસ અને ટીબી જેવી ગંભીર બિમારીઓના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ગંભીર બિમારી હોય એ લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળે તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

 

Leave a Response

error: Content is protected !!