Corona Update

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ દિવસમાં 13 નવા કેસ, રાજ્યમાં કુલ આંકડો 165 સુધી પહોંચ્યો

553views

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું….

  • રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા,
  • અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા
  • પાટણમાં આજના 3 કેસ સાથે અત્યાર સુધીમાં કુલ 5 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા
  • ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 14 થયો છે
  • કુલ 23 લોકો સાજા થયા છે. 

રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.  કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 19 નવા પોઝિટિવ કેસમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે. 165 પોઝિટિવ કેસમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે.

ગુજરાતમાં કુલ 165 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 77 05 06
સુરત 19 02 05
ભાવનગર 14 02 00
ગાંધીનગર 13 00 02
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 03
પાટણ 05 00 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
હિંમતનગર 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 152 12 21

Leave a Response

error: Content is protected !!