Corona Update

કોરોનાને કાબુમાં લેવા તંત્રની દોટ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા 14 પોઝિટિવ, આજે નવા ચાર કેસ

503views
  • વધુ 4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 179 થયા,
  • 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 14 પોઝિટિવ
  • ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ
  • જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત
  •  લોકલ ટ્રાન્સમિશન વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છેઃ જયંતિ રવિ
  • 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વૉરન્ટીન કરાયો
  •   રાજકોટમાં 6 બાળકો સહિત 19 કોરોના શંકાસ્પદ દર્દીઓના નમૂના ટેસ્ટ માટે મોકલાયા

રાજ્યમાં કોરોનોના આજે થોડું શાંત પડ્યુ હોય તેવું જણાય રહ્યુ છે ગઈ કાલ સાંજથી 4 કેસ પોઝિટિવ આવ્યા અને અમદાવાદમાં નવો એક પણ કેસ મળ્યો નથી. પણ આ ચિંતાજનક માહોલ છે કારણ કે અત્યારે કલસ્ટર પિરિયડ ચાલુ છે રોજ એક કે બે કેસ મળવા જરૂરી છે. નવા સંક્રમણને અટકાવવા કોરાનાની ચેઈન તોડવી જરૂરી છે.

કુલ 179 પોઝિટિવ કેસ છે. જેમાંથી 138 એક્ટિવ દર્દી છે. 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 932 ટેસ્ટ કર્યા છે, જેમાં 14 પોઝિટિવ, 687 નેગેટિવ અને 235 પેન્ડિંગ છે. અને આજે પણ આ રીતે પણ ટેસ્ટ કરવામાં આવશે. 179 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 32 આંતરરાજ્ય અને 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.

 

રેપિડ ટેસ્ટ માટે તંત્ર એક્શનમાં 

ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.

 

ગુજરાતમાં કુલ 179 પોઝિટિવ કેસ, 16ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 23 04 05
ભાવનગર 16 02 01
ગાંધીનગર 13 00 02
વડોદરા 13 02 06
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
છોટાઉદેપુર 01 00 00
સાબરકાંઠા 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 179 16 25

Leave a Response

error: Content is protected !!