Corona Update

લોકડાઉન દરમિયાન રુપાણી સકરારે ગરીબ-મધ્યમ વર્ગ,ખેડુતો,મહિલાઓ માટે પુરી પાડેલી સહાય અને યોજનાઓ વાંચો

530views
  • CM રૂપાણી સરકારે કોરોના વાયરસ – લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ગરબી-મધ્યમ વર્ગ, ખેડૂતો-મહિલાઓ માટે પૂરી પાડેલી સહાયની આંછેરી ઝલક
  • એપ્રિલ મહિનામાં રૂ. 2000નો હપ્તો ખેડૂતોનાં ખાતામાં જમા થઈ ગયો, વ્યક્તિદિઠ – કુટુંબદિઠ અનાજ – કઠોળ અપાઈ ગયું, ઉજ્જવલા યોજના હેઠળ 3 મહિના મફત સિલિન્ડર અને જનધન યોજનાનાં લાભાર્થીઓને રૂ. 500 મળશે
  • મોદી સરકારની જેમ રૂપાણી સરકાર પણ રાજ્યમાં BPL કાર્ડ નથી એવી વિધવા મહિલાઓને એપ્રિલ-મેં મહિનામાં 500-500 એમ કુલ 1000 રૂપિયાની આર્થિક સહાય કરશે
  • ખેડૂતોને લોન ભરપાઈની મુદ્દતમાં 2 મહિનાનો વધારો, ધિરાણમાં છૂટછાટ, માર્ચ અને એપ્રિલનાં વીજ બીલમાંથી મુક્તિ, 15 મે સુધી ખેડૂતો વીજળી બીલ ભરી શકશે

21 દિવસનાં લોકડાઉન સમયગાળા દરમિયાન ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેટલીક મહત્વની જાહેરાત કરાઈ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના વાયરસની સંકટભરી સ્થિતિમાં ખેડૂતોને તમામ પ્રકારની આર્થિક અને જરૂરી સહાય રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ઉપરાંત અન્ય કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. જો ગરીબ અને મધ્યમ વર્ગની વાત કરવામાં આવે તો ગુજરાતનાં ગરીબ-મધ્યમ વર્ગ માટે પણ આર્થિક સહાય ઉપરાંત અનાજ અને ગેસ સુવિધા પૂરી પાડવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ખેડૂતોને રૂ. 2000નો હપ્તો ખાતામાં પહોંચી ગયો છે, વ્યક્તિદિઠ – કુટુંબદિઠ અનાજ – કઠોળ અપાઈ ગયું છે, ઉજ્જવલા યોજના હેઠળ 3 મહિના મફત સિલિન્ડર અને જનધન યોજનાનાં 74 લાખ લોકોને રૂ. 500 મળશે. વીજ બીલ ભરવાનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે. ગુજરાતની ગરીબ-મધ્યમ વર્ગની જનતાને કે ખેડૂતો-મહિલાઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે આ 21 દિવસનાં લોકડાઉન સમયગાળા દરમિયાન..

● રૂપાણી સરકારે 10182 કરોડના ખર્ચે ગુજરાતનાં ગરીબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડ્યું છે.
● સોમવાર એટલે કે આજથી જ APL-1 કાર્ડધારકોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવશે. જેથી રાજ્યના ૬૦ લાખ મધ્યમ પરિવારોને લાભ મળશે.
● PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને પ્રથમ હપ્તો ચૂકવાયો ગયો છે.
● PM કિસાન યોજના હેઠળ ગુજરાતના 47.81 લાખ ખેડૂતોને હપ્તો મળશે.
● ગુજરાતના ખેડૂતોને 956 કરોડનો લાભ મળ્યો. ગુજરાત સરકારે પણ ભારત સરકાર સમકક્ષ જાહેરાત કરી છે.
● ખેડૂતોની પાક ધિરાણની મુદત પણ વધારાઈ છે. પાક ધિરાણની મુદત 2 મહિના સુધી વધારાઈ છે. 31 મે સુધી ખેડૂતો પાક ધિરાણ ભરી શકે છે.
● જનધન યોજના હેઠળ મહિલાઓને 3 મહિના માટે રૂ.500 મળશે. ગુજરાતની 74 લાખ મહિલાઓને લાભ મળશે. ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ફ્રીમાં સિલિન્ડર આપવામાં આવશે. રાજ્યની 28 લાખ મહિલાઓને ફ્રીમાં સિલિન્ડર મળશે.
● મોદી સરકાર ગુજરાતમાં BPL કાર્ડધારક વિધવા મહિલાઓ માટે રૂા 9.74 કરોડ ચૂકવશે અને રૂપાણી સરકાર 346417 ગંગાસ્વરૂપ બહેનો માટે 35 કરોડ રૂપિયા વાપરશે.
● રૂપાણી સરકાર અને મોદી સરકાર મળીને 443891 વિધવા મહિલાઓનો ખાતામાં રૂા. 44.40 કરોડની રકમ જમા કરાવશે.
● મોદી સરકારની જાહેરાતને પગલે રૂપાણી સરકારે ગુજરાતમાં 443891 વિધવા બહેનામાંથી જેમની પાસે BPL રેશનીંગ કાર્ડ નથી એવી 346417 બહેનોને પણ એપ્રિલ અને મે મહિનાના 500-500 લેખે કુલ 1000 રૂપાણી સરકાર તરફથી ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
● વીજ બીલમાંથી મુક્તિ, 15 મે સુધી વીજળી બીલ ભરી શકાશે.

ગુજરાતની પ્રજાની પરેશાનીમાં હરહંમેશ પડખે ઉભી રહી સહાય કરતી રૂપાણી સરકારની પ્રશંસનીય કામગીરીને ગુજરાતીઓ આવકારી અભિનંદન પાઠવી રહ્યાં છે, આભાર વ્યક્ત કરી રહયા છે.

Leave a Response

error: Content is protected !!