Corona Update

ગુજરાત માટે રાહતના સમાચાર, કોરોનાથી મૃત્યુદર ઘટાડવામાં સફળ ગુજરાત સરકાર

747views

◆ કોરોનાથી મૃત્યુદર ઘટાડવામાં સફળ ગુજરાત સરકાર
◆ ગુજરાતમાં મૃત્યુદરઆંક 8% થી ઘટીને 4.4% થયો.
◆ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવીના નિવેદન મુજબ “કેસો વધ્યા પરંતુ સ્થિતિ કાબુમાં”
◆ રાજ્યમાં પ્રતિ 10 લાખ જનસંખ્યાએ 132 ટેસ્ટ કરાયા
◆ છેલ્લા 24 કલાકમાં 1593 કરાયા ટેસ્ટ જેમાંથી 127 પોઝિટિવ 1187 નેગેટિવ આવ્યા તો 282 પેન્ડિગ 

 

ગુજરાતમાં આજે કુલ નવા 54 કેસ આવ્યા છે. જેમાં વધારે 31 જેટલા અમદાવાદના છે. મહત્વનું છે કે રાજ્યમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જો કે સારા સમાચાર છે કે રાજ્યભરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે અને સાથે જ પોઝિટિવ કેસની ટકાવારી  દસ લાખની વસ્તિએ ખુબ ઓછુ છે.

છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરાયા 282 પેન્ડિંગ
છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 124 પોઝિટિવ અને 1187 નેગેટિવ આવ્યા છે, જ્યારે 282 ટેસ્ટ પેન્ડિંગ છે. અત્યારસુધીમાં 8331 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7617 નેગેટિવ આવ્યા છે. ક્વૉરન્ટીનમાં કુલ 12042 દર્દીઓ છે. જેમાંથી હોમ ક્વૉરન્ટીન 10735, સરકારી 1135 અને ખાનગી ફેસેલિટીમાં 172 દર્દી ક્વૉરન્ટીનમાં રખાયા છે.

Leave a Response

error: Content is protected !!