Corona Update

ગુજરાતે મેળવ્યો કોરોના પર ‘વિજય’, ટેસ્ટિંગ વધાર્યા છતા એક્ટિવ કેસમાં ઘટાડો.. વાંચો સ્પેશિયલ રિર્પોટ

2.57Kviews

ગુજરાત કોરોનાની લડાઈમાં વિજયની નજીક

  • રાજ્યમાં કુલ 21 તારીખ સુધી 1,66,152 ટેસ્ટ
  • 19થી 20 મેના 24 કલાક દરમિયાન 5380 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 371 પોઝિટિવ આવ્યા
  • ગુજરાતનો રીકવરી રેટ ૪૨.૦૫
  • 5488 લોકો સાજા થયા
  • રાજ્યમાં કુલ 462 કોવિડ હોસ્પિટલ
  • રાજ્યમાં 44,224 બેડ
  • કુલ 2287 આઈસીયુ બેડ
  • ૧૬૦ સ્થળો ઉપર એક્સકલુઝીવ મેડિકલ ચેકઅપ
  • 3 જિલ્લા કોરોના મુક્ત ડાંગ,નવસારી અને નર્મદા

હજુ 100 ટકા કોરોનામુક્ત થયા નથી એટલે વિષેશ તકેદારી રાખવી જરૂરી છે.

રાજ્યમાં 5488 લોકો સાજા થઇને તેમના ઘરે પાછા ગયા છે. તારીખ 21-5-2020 સુધીમાં રાજ્યમાં કુલ 1,66,152 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 19થી 20 મેના 24 કલાક દરમિયાન 5380 ટેસ્ટ કરવામાં આવ્યા છે .


રાજય સરકારે કોવિડ-૧૯ સામે સાચી દિશામાં લીધેલાં અસરકારક પગલાંના પરિણામે રીકવરી રેટમાં સતત નોધપાત્ર વધારો. ગુજરાતનો રીકવરી રેટ ૪૨.૦૫ ટકા છે. જયારે સુરતનો રીકવરી રેટ ૬૭.૭ ટકા છે જે સમગ્ર ભારતના સરેરાશ રીકવરી રેટ કરતા બમણો છે.

વડોદરાનો ૬૨.૦૬, ભાવનગરનો ૭૩.૬૮ ટકા તેમજ રાજકોટનો ૬૬.૦૭ ટકા રેકવરી રેટ છે. આમ રીકવરી રેટમાં સતત વધારો થતા અત્યાર સુધીમાં ૫૪૮૮ નાગરિકો સાજા થઇને ઘેર પહોંચી ગયા છે.

ડાંગ, નર્મદા અને નવસારી જિલ્લામાં રાજ્ય સરકારના અસરકારક પગલાંના પરિણામે છેલ્લા ૭ દિવસથી એક પણ નવો કોવિડ-૧૯નો કેસ નોંધાયો નથી.


૨૦-૫-૨૦૨૦ના રોજ એક્ટિવ કેસનું ટકાવારી પ્રમાણે બાયફરકેશન કરવામાં આવે તો અમદાવાદમાં ૫૩૪૬ એટલે કે ૮૩.૮ ટકા એક્ટિવ કેસ છે. જેની સામે બાકી બચતાં ૧૩.૨ ટકામાં સુરતમાં ૫.૪ ટકા (૩૪૩), વડોદરામાં ૩.૪ ટકા (૨૧૭), ગાંધીનગરમાં ૧.૭ ટકા (૧૧૧), ભાવનગરમાં ૦.૫ ટકા (૩૧) અરવલ્લીમાં ૦.૪ ટકા (૨૮), મહેસાણા ૦.૪ ટકા(૨૬), બનાસકાંઠા ૦.૧ ટકા (૫), રાજકોટ ૦.૧ ટકા (૪)નો સમાવેશ થાય છે.

Leave a Response

error: Content is protected !!