Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : સવારે 11 વાગ્યા પછી 33 નવા કેસ,2 મૃત્યુ અને 4 વ્યક્તિને ડિસ્ચાર્જ

346views

રાજ્યમાં કુલ કેસ 650 

 કુલ મોત 28 

કુલ સ્વસ્થ 59 

આજે સવારે 11 વાગ્યા પછી 33 પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં 22 અમદાવાદમાં, વડોદરામાં 6, ભાવનગરમાં 2, છોટાઙદેપુરમાં 2 અને આણંદમાં એક કેસ નોંધાયો છે. આ સાથે જ આજે 4 દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાય છે. બે દર્દીના મૃત્યુ થયા છે.

મહત્વનું છે કે અમદાવાદમાં શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે શહેરમાં લદાયેલા કર્ફ્યુની જાહેરાત કરી હતી. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.

Leave a Response

error: Content is protected !!