Corona Update

રાજકોટમાં સાત દિવસથી એક પણ કેસ નહિ છતાં ચિંતાજનક, કોરોનાની ચેઈન તોડવા એક બે કેસ મળવા જરૂરી

293views
  • રાજકોટમાં સતત સાતમા દિવસે એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.
  •  56 દિવસ સુધી કેસ નહિ આવે તો ચેઈન તૂટી તેવું જાહેર થશે
  • આરોગ્ય વિભાગને ક્લસ્ટર ચૂકાઈ ગયાનો ભય
  •  હિડન ટ્રાન્સમિશન કે કોઇ ક્લસ્ટર ચુકાઈ ગયું હોય તેવો ભય
  • રાજકોટમાં અત્યાર સુધી કુલ 10 કેસ 

રાજકોટ માટે સારા સમાચાર હોવા છતા સારા સમાચાર નથી. છેલ્લા સાત દિવસમાં રાજકોટમાં એક પણ કેસ નથી જે અતિ ચિંતાજનક છે. તેનું કારણ છે કે કોરાનાની ચેઈન તુટવી જરૂરી છે. રાજકોટમાં એક સપ્તાહમાં 10 કેસ આવી ગયા પછી એક પણ પોઝીટીવ કેસ નથી મળ્યો તેનો મતબલ એ નથી કે કોઈ પોઝિટીવ નહિ હોય. આરોગ્ય તંત્ર હાલ ચિંતામાં પડ્યું છે.

તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આ રાહતની વાત છે પણ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર તંત્ર એડ ચોટીનું જોર લગાવી કામ કરી રહ્યુ છે આમ છતાં ક્યાંક ક્લસ્ટર ચૂકાઈ ગયાનો સતત ભય છે અને જો તેવુ બન્યું તો રાજકોટમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે.

સૌથી મોટો ડાર્ક સ્પોટ જાગનાથમાં માતા-પુત્રના કેસ છે. આ બંનેને ક્યાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયુ નથી. જ્યાં સુધી આવી લિંક ન મળે ત્યાં સુધી ચેઈન ન મળે તો પછી તેને તોડી કેમ શકાય.

નવા કેસ આવવા અંત્યત જરૂરી 

જે લોકો વિદેશથી આવ્યા છે તે ત્રણેય કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ, ટેસ્ટ બધુ જ કરીને ત્રણેય પોઝિટિવની લિંક અમે તોડી નાંખી છે. જાગનાથમાં માતા-પુત્રનો ચેપ, મોરબી અને જામનગર તેમને ક્યાંથી ચેપ લાગ્યો તેની કોઇ જ પુષ્ટિ થઈ નથી. કોરોનાનો ઈન્ક્યુબેશન પિરીયડ 28 દિવસ જેટલો છે તેથી ક્યાં‌થી ચેપ આવ્યો તે હિસ્ટ્રી જાણ્યા ઉપરાંત નવા કેસ આવવા જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!