Corona Update

લોકડાઉનના 21 દિવસ રૂપાણી સરકાર પરિવારના મોભીની જેમ પડખે ઉભી રહી, સરકારે શું-શું કર્યું વાંચો અહિ

493views
  • કોરોના સંકટ દરમિયાન રાજ્યનાં દરેક વર્ગની પડખે ઉભા છે CM રૂપાણી: મુખ્યમંત્રીની જેમ જ નહીં, પરિવારના મોભીની માફક ગુજરાત સાચવ્યું
  • ખેડૂત, વિદ્યાર્થીઓ, ગરીબો, મધ્યમ વર્ગ, શ્રમિકો, માછીમારો, દર્દીઓ, ગંગાસ્વરૂપ બહેનો… સહિત દરેક વર્ગને આપી રાહતો
  • કોઈ ભૂખ્યું ન સૂવે અને કોઈ સારવારથી વંચિત ન રહે, એ મુદ્દે ખાસ ધ્યાન આપ્યું: ગુજરાત સરકારે શું-શું કર્યું તેનો આ રહ્યો હિસાબ…
  • કોરોના સંકટ સમયે ગુજરાતનાં વિવિધ વર્ગને CM વિજયભાઈ રૂપાણીએ કેવી અને કેટલી રાહતો આપી, તેની એક આછેરી ઝલક...

સ્વાસ્થ્ય ક્ષેત્ર :

૧. ગુજરાતનાં પ્રત્યેક જિલ્લામાં ૧૦૦થી વધુ બેડની કોવિડ-19 વેન્ટીલેટર હોસ્પિટલનું નિર્માણ
૨. માત્ર ૬ દિવસમાં ૨૨૦૦ બેડની કોરોના હોસ્પિટલ તૈયાર કરી ચીનનો રેકોર્ડ તોડ્યો
૩. અમદાવાદમાં ૧૨૦૦, સુરત-૫૦૦, રાજકોટ-૨૫૦ અને વડોદરામાં ૨૫૦ બેડની હોસ્પિટલ. તમામ જિલ્લાઓમાં ૧૦૦ બેડની એક એમ લગભગ ૩૦૦૦ બેડની વ્યવસ્થા
૪. વાત્સલ્ય અને મા અમૃતમ યોજનામાં સરકારની સાથે જોડાયેલી ૩૧ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલોમાં અલગ ૪૦૦૦ બેડની વ્યવસ્થા
૫. વેન્ટિલેટર, N95 માસ્ક, થ્રી લેયર માસ્ક, PPE કીટનું નિર્માણ
૬. સ્વાસ્થ્ય અને સુરક્ષાકર્મીઓને ૨૫ લાખ સુધીનો વીમો

ખેડૂત વર્ગ :

૧. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ૯૫૬ કરોડનો લાભ, કિસાન સન્માન યોજના હેઠળ ૪૦ લાખ ખેડૂતોનાં ખાતામાં ૮૦૦ કરોડ રૂપિયા જમા
૨. ખેડૂતોનાં માર્ચ મહિના સુધીનાં ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે
૩. પાક ધિરાણ મુદત બે મહિના લંબાવાઈ
૪. ૩૧ મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી
૫. રવી પાકની લણણી માટે ખેડૂતો અને ખેતીનાં વાહનોની અવરજવરને વિશેષ છૂટછાટ
૬. બિયારણ, ખાતર અને પાક જંતુનાશક – પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ
૭. તૈયાર પાક બજારમાં સીધો વહેચી શકવાની વ્યવસ્થા

ગરીબ વર્ગ :

૧. અન્નબ્રહ્મ યોજના અંતગર્ત રેશનકાર્ડ વગર નિઃશુલ્ક અનાજ વિતરણ
૨. નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને ફૂડ પેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા
૩. આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન
૪. BPL કાર્ડધારકો પાસેથી માસિક ૩૦નાં બદલે ૫૦ યુનિટ દીઠ સુધી ૧.૫૦ પૈસાનો વીજ દર લેવાશે
૫. ગરબો પાસેથી મકાનનું ભાડું ન ઉઘરાવવા અને કામ પરથી છૂટા ન કરવાનો આદેશ

મધ્યમ વર્ગ :

૧. ઘર વીજ વપરાશકારો અને વેપારી એકમો માર્ચ – એપ્રિલ મહિનાનાં વીજ બીલ ૧૫ મે સુધી ભરી શકશે
૨. નાના-મોટા ઉદ્યોગો, વેપારી એકમોનો માર્ચ-એપ્રિલ મહિનાનાં વીજ બીલનો ફિક્સ ચાર્જ નહીં લેવાઈ
૩. વીજ બીલ નિયમિત ન ભરાય તો પણ પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત મોકૂફ
૪. APL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ

વિદ્યાર્થી વર્ગ :

૧. ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
૨. આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ, દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા ૩.૨૫ લાખ બાળકો તેમજ ૧૧ હજાર દિવ્યાંગ બાળકોને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય
૩. ગુજરાતની કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે
૪. માર્ચ-એપ્રિલ-મે માસની ફી ભરવામાં ૬ મહિનાની મુદત
૫, કોઈ વાલી ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો તેની પણ સવલત
૬. શાળાઓમાં ૧ જૂન અને કૉલેજ – યુનિવર્સિટીમાં ૧૫ મે સુધી વેકેશન
૭. ધોરણ ૧૦-૧૨ બોર્ડ પરીક્ષાઓના પેપર ચેકિંગનું કામ ૧૬ એપ્રિલથી શરૂ

મહિલાઓ/વિધવાઓ :

૧. કુલ ૧૩.૬૬ લાખ મહિલા લાભાર્થીને એપ્રિલ માસ એડવાન્સ પેન્શન
૨. ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યની ૨૮ લાખ મહિલાઓને ત્રણ મહિના સુધી સિલિન્ડર મફત
૩. ૪ લાખ ૪૩ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને એપ્રિલ-મે એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય
૪. ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી ગંગા સ્વરૂપા માતા-બહેનો સિવાયની ૩ લાખ ૪૬ હજાર ૪૧૭ ગંગાસ્વરૂપા માતા-બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય

પેકેજ :

૧. ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ
૨. ૬૫ લાખ પરીવારોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય બેન્ક ખાતામાં
૩. રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂ.૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ
૪. અબોલ પશુઓને પૂરતો ઘાસચારો મળતો રહે તે માટે રાજ્યની તમામ રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ રૂ. ૨૫ સહાય
૫. ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી
૬. આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા માટે અમદાવાદને ૩, સુરતને ર.પ૦, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરને ર-ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧-૧ કરોડ રૂપિયા ફાળવાયા

અનાજ પુરવઠો :

૧. ૩.૨૫ કરોડ લોકોવાળા ૬૬ લાખ ગરીબ વર્ગનાં પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ
૨. ૨.૫૦ કરોડ લોકોવાળા ૬૦ લાખ મધ્યમ વર્ગનાં પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ
૩. અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ઉપરાંત APL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ આપનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય
૪. ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠુંનું દરેક વ્યક્તિ, ઘર, પરિવારને વિતરણ

સતર્કતા – સંવેદનશીલતા – સહાયતા :

૧. સાગરખેડૂ, માછીમારોને વ્યવસાય માટે દરિયામાં જવા ટોકન ઈસ્યુ
૨. માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઈન મેઈન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ હટાવ્યો
૩. સરકારનાં કોઈપણ કર્મચારીનું ફરજ દરમિયાન કોરોના વાયરસની અસરથી અવસાન થાય તો રપ લાખ રૂપિયા સહાય
૪. સીએમ ડેશબોર્ડ દ્વારા કોરોના અસરગ્રસ્ત દર્દીઓ અને ડોકટરો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર તેમજ સુવિધાઓનું નિરીક્ષણ
૫. વીડિયો કોન્ફરન્સ દ્વારા હોમ ક્વોરન્ટાઈન થયેલા અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંવાદ-સંપર્ક
૬. વીડિયો કોન્ફરન્સ દ્વારા નગરસેવકો, જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન
૭. નિરાધાર – વૃદ્ધ – દિવ્યાંગો સહિત રાજ્ય સરકારની માસિક સહાય-પેન્શન મેળવતા લાભાર્થીઓને એક માસનું પેન્શન એડવાન્સ
૮. આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ આપતા લોકો માટે અંદાજીત ૩ લાખ પાસ ઈશ્યુ
૯. અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિમાં સ્થગિત થઈ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે-તે રાજ્યમાં આવાસ-ભોજન વ્યવસ્થા
૧૦. 24/7 સેન્ટ્રલાઈઝડ કંટ્રોલ રૂમ. હેલ્પલાઈન નંબર ૧૦૪, ૧૦૭૦ અને ૧૦૭૭ કાર્યરત
૧૧. દેશભરમાં સૌ પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ બેઠક યોજવાનો નવતર પહેલરૂપ અભિગમ
૧૨. રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે ૩૧ માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં ૩૦ ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે
૧૩. રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી ૧ કરોડ ૫૦ લાખની એમ.એલ.એ – લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી કોરોના સામે નાગરિકોના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે
૧૪. ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ, ધર્મગુરુઓ સાથે સીએમ ડેશબોર્ડ માધ્યમથી સીધો સંવાદ.. જરૂરી સલાહ-સૂચન આપ-લે.
૧૫. કોરોના વાયરસ – લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિની જાણકારી આપવા વિવિધ માધ્યમોમાં મુલાકાત

Leave a Response

error: Content is protected !!