Corona Update

ગુજરાત કોરોના અપડેટ: આજે નવા 25 કેસ, અમદાવાદના 23 નવા કેસ, રાજ્યમાં કુલ કેસ 493

1.25Kviews

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં,

◆ આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોત

  • આજે અમદાવાદમાં 23 અને આણંદમાં 2 નવા કેસ નોંધાયા
  • કુલ 493 દર્દીમાંથી 23ના મોત, 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર
  • 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કર્યા, 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા અને 116 પેન્ડીગ
  • અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ
  • રાંચરડા ગામનો 6 વર્ષનો બાળક પોઝિટિવ, સીધો સંપર્ક જોવા મળ્યો નથી

 

શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોનાદર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં23 અને આણંદમાં2કેસ સામે આવ્યા છે. આમઅમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી.

આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 493 થયા છે. જ્યારે આજે 75 વર્ષના પુરુષનું અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં મોત થયું છે. તેઓ હાયપર ટેન્શનના દર્દી હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.

Leave a Response

error: Content is protected !!