રાજનીતિ

ફુડ ક્વોલીટિમાં ગુજરાત દેશભરમાં અવ્વલ…FSSIના ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં પ્રથમ ક્રમે ગુજરાત

CM રૂપાણીના ઉમદા નેતૃત્વમાં ગુજરાતની વધુ એક જ્વલંત સિદ્ધિ: "ખાદ્ય સુરક્ષા સૂચકાંક"માં દેશભરમાં પ્રથમ સ્થાન: FSSIની જાહેરાત

798views
  • ફૂડ સેફટીનાં આ ક્રમાંક કુલ પાંચ માપદંડના આધારે નક્કી થાય છે: મોટા રાજ્યોમાં ગુજરાતે મેદાન માર્યું
  • CM રૂપાણીએ ફૂડ ક્વોલિટી અંગે લીધેલાં અનેક ગ્રાહકલક્ષી નિર્ણયોની રાષ્ટ્રીય સ્તરે લેવાઈ નોંધ

તારીખ ૭ જૂનના રોજ વિશ્વ ખાધ સુરક્ષા દિવસે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફૂડ સેટી ઈન્ડેકસની જાણકારી આપવામાં આવી. FSSIના જણાવ્યા અનુસાર ફૂડ સેટી ઈન્ડેકસ (સૂચિ)માં મોટા રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢે બાજી મારી છે અને નાના રાજ્યોમાં ગોવા સૌથી ઉપર છે. આ લિસ્ટમાં મોટા રાજ્યોમાં ગુજરાત પછી તમિલનાડુ અને મહારાષ્ટ્ર્ર છે. નોંધનીય છે કે, આ રેટિંગ કુલ પાંચ માપદંડને ધ્યાને રાખી ને અપાય છે. આ પાંચ બાબતોમાં માનવ સંસાધન અને સંસ્થાગત ડેટા, અનુપાલન, ખાદ્ય પરિક્ષણ સુવિધા, પ્રશિક્ષણ, ક્ષમતા નિર્માણ અને ગ્રાહક સશક્તિકરણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. એ વાતની નોંધ પણ લેવાવી જોઈએ કે, CM રૂપાણીએ આ બાબતે ખૂબ ધ્યાન આપ્યું છે. તેમણે ગ્રાહકોને રેસ્ટોરાંના કિચનમાં પ્રવેશી ને જાતે જ તેનું પરીક્ષણ કરવાનો અધિકાર પણ આપ્યો છે, રાજ્યમાં ફૂડ ટેસ્ટિંગની ઉમદા સુવિધાઓ ઉભી કરી છે. આવા કારણોસર જ ગુજરાતે આજે આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Leave a Response

error: Content is protected !!