Corona Update

ફેક્ટ ચેક : સોશિયલ મીડિયામાં જસ્ટિસ પારડીવાલાની બદલીની ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ

1.99Kviews

– કોરોનાના સુઓમોટોની સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ

રાજ્યમાં કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં નવા રોસ્ટર મુજબ આજથી ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા સુઓમોટોની સુનાવણી હાથ ધરશે. માર્ચ મહિનામાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે કોરોના અંગેની સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ લોકડાઉનના પગલે હાઈકોર્ટમાં અરજન્ટ કેસોની સુનાવણી માટે કેટલાક જજો ફરજ બજાવી રહ્યા હતા. આ દરમ્યાન રોસ્ટર બદલાતા સુઓમોટોની સુનાવણી જે. બી. પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ વોરાની ખંડપીઠ સમક્ષ યોજાતી હતી.

હવે ફરીથી નવા રોસ્ટર મુજબ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ સુઓમોટોની સુનાવણી યોજાશે.

સોશિયલ મીડિયામાં એવી અફવાઓ ફેલાવાઈ હતી કે જસ્ટિસ પારડીવાલાની બદલી થઈ રહી છે પરંતુ આ માહિતી સાતત્ય વિનાની હોવાનું સામે આવેલ છે.

Leave a Response

error: Content is protected !!